28 July, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટની કોલ્હાપુર બેન્ચે પ્રાઇમરી સ્કૂલના ટીચર્સને નિયમિત સોંપવામાં આવતા ઇલેક્શનના બૂથ લેવલ ઑફિસર (BLO)ના કામ બદલ રાજ્ય સરકારને સવાલ કર્યો છે અને બે અઠવાડિયાંમાં એનો જવાબ આપવા જણાવ્યું છે.
ટીચર્સને ઇલેક્શનની ડ્યુટી પર જોતરવામાં આવતા હોવાથી મહારાષ્ટ્ર રાજ્ય પ્રાથમિક શિક્ષક મહાસંઘ અને જિલ્લા પરિષદની તથા સુધરાઈની સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટની કોલ્હાપુર બેન્ચના જસ્ટિસ મિલિંદ જાધવ અને નંદેશ દેશપાંડેએ કહ્યું હતું કે ‘ટીચર્સને ચૂંટણીના દિવસે કે રવિવારના દિવસે ચૂંટણીલક્ષી કામ સોંપાય તો એ ઠીક છે. બાકી રેગ્યુલર દિવસોમાં તેમને એ કામ ન સોંપવું જોઈએ. નહીં તો પછી એને કારણે બાળકોની ભણાવવાની તેમની ફરજ પર માઠી અસર પડશે.’