વતન, ધર્મ ઔર પૂર્વજોં કે ગદ્દાર

11 April, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વક્ફ બિલના વિરોધમાં મતદાન કરનારા મુંબઈના સંસદસભ્યોની ખિલાફ લાગેલાં બૅનરમાં તેમને કહેવામાં આવ્યા...

વર્ષા ગાયકવાડનું ચેમ્બુરમાં જોવા મળેલું બૅનર, અરવિંદ સાવંતનું વરલીમાં જોવા મળેલું બૅનર.

કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવવા માટે મૂક્યું હતું ત્યારે હિન્દુ સંસદસભ્યોએ સરકારને સમર્થન આપવાને બદલે સંશોધનના વિરોધમાં મત આપ્યા હતા. વક્ફ સંશોધન બિલ હવે કાયદો બનીને અમલમાં આવી ગયો છે ત્યારે આ બિલનો વિરોધ કરનારા વિવિધ રાજકીય પક્ષોના હિન્દુ સંસદસભ્યો સામે આક્રોશ ઠલવાઈ રહ્યો છે.

વરલીમાં સમર પાર્કની સામે ઉદ્ધવસેનાના દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંત અને ચેમ્બુરના તિલકનગરમાં સહકાર ટૉકીઝ નજીક કૉન્ગ્રેસનાં મુંબઈ-નૉર્થ સેન્ટ્રલ બેઠકનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડના ફોટો સાથેનાં બૅનર ગઈ કાલે જોવા મળ્યાં હતાં. આ બૅનરોમાં વતન, ધર્મ ઔર પૂર્વજોં કે ગદ્દારના સ્ટૅમ્પ મારવામાં આવ્યા હતા. આ બૅનરમાં કોઈ વ્યક્તિ, સંસ્થા કે રાજકીય પક્ષનાં નામ નહોતાં એટલે એ કોણે લગાવ્યાં છે એ જાણી શકાયું નહોતું.

mumbai news mumbai indian government waqf amendment bill waqf board