BESTની વેટ-લીઝ બસ-સર્વિસમાં પ્રથમ મહિલા ડ્રાઇવરની નિમણૂક

09 May, 2026 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં BESTની બસ માટે પહેલી મહિલા ડ્રાઇવર લક્ષ્મી જાધવની પસંદગી કરવામાં આવી હતી.

BESTની વેટ-લીઝ બસ-સર્વિસમાં પ્રથમ મહિલા ડ્રાઇવરની નિમણૂક

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસસેવાએ લિંગભેદના અવરોધો તોડીને મહિલાને બસ-ડ્રાઇવિંગની કમાન અગાઉ સોંપી છે. હવે BESTની વેટ-લીઝ યોજના હેઠળની બસ માટે પ્રથમ વખત એક મહિલા ડ્રાઇવરની નિમણૂક કરવામાં આવી છે.

અત્યાર સુધી BESTની વેટ-લીઝ બસમાં મહિલાઓ કન્ડક્ટર તરીકે ફરજ બજાવતી હતી, પરંતુ ડ્રાઇવર તરીકે મહિલાની આ પ્રથમ નિમણૂક છે. BESTના દિંડોશી ડ્રાઇવિંગ સેન્ટરમાં ૨૧ દિવસની તાલીમ બાદ સિલેક્ટ થયેલી પૂજા જાધવ હવે એક અઠવાડિયું ડેપો-લેવલની ટ્રેઇનિંગ લેશે અને ૧૦ દિવસ બાદ તે મુંબઈના રૂટ પર ઇલેક્ટ્રિક ઍર-કન્ડિશન્ડ (AC) બસ ચલાવશે. આગામી સમયમાં વધુ મહિલા-ડ્રાઇવરોની ભરતી થાય એવી પણ શક્યતા છે.

mumbai traffic police mumbai transport mumbai news news brihanmumbai municipal corporation brihanmumbai electricity supply and transport