BEST Bus Accident: પવઇમાં બેસ્ટની ઇલેક્ટ્રિક બસ ડિવાઇડર સાથે ભટકાઈ: સાત જણ જખમી

23 July, 2026 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BEST Bus Accident: આ હાદસામાં બસમાં બેઠેલા સાત પેસેન્જર્સને ઈજાઓ થઈ હતી. બસડ્રાઇવરનું ધ્યાન સામેથી આવી રહેલ કારને કારણે ફંટાયું હતું અને આ એક્સિડન્ટ બન્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં બેસ્ટ બસોના એક્સિડન્ટ (BEST Bus Accident) જાણે બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યા. આજે સવારે વિક્રોલીમાં પવઈ વિહાર કોમ્પ્લેક્સ પાસે બેસ્ટની ઇલેક્ટ્રિક બસ ડિવાઇડર સાથે ભટકાઇ જતાં સાત જણ ઘાયલ થયા હતા. મળી રહેલી માહિતી અનુસાર વિક્રોલી ઇવી ટ્રાન્ઝિટ ડેપોમાંથી નીકળેલી બસ નંબર 8688 સાથે માર્ગ A-422/36 પર સવારે ૧૧.૦૫ વાગ્યે આ એક્સિડન્ટ થયો હતો. બસ વિક્રોલી ડેપોમાંથી નીકળીને બાંદરા બસ સ્ટેશન (વેસ્ટ) તરફ જઈ રહી હતી ત્યારે પવઇમાં ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ડિવાઇડર સાથે ભટકાઈ ગઈ હતી. આ હાદસામાં બસમાં બેઠેલા સાત પેસેન્જર્સને ઈજાઓ થઈ હતી. બસડ્રાઇવરનું ધ્યાન સામેથી આવી રહેલ કારને કારણે ફંટાયું હતું અને આ એક્સિડન્ટ બન્યો હતો.

વેટ લીઝ ડેપોના મેનેજર કિશોર શિંદેની સૂચના પર બસ કંડક્ટરે તમામ ઇજાગ્રસ્ત (BEST Bus Accident) પેસેન્જર્સને તાત્કાલિક સાકીનાકાની પેરામાઉન્ટ હૉસ્પિટલમાં તબીબી સારવાર માટે ખસેડયા હતા. આ હાદસા બાદ  બસ ઇન્સ્પેક્ટર, એક્સિડન્ટ ઇન્સ્પેક્ટર, કુર્લા ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજર અને એક્સિડન્ટ ઓફિસર સહિત બેસ્ટના અધિકારીઓને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી.  વેટ લીઝ અધિકારીને અકસ્માત સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

બોરીવલીમાં પણ બેસ્ટનો એક્સિડન્ટ: બસ ભટકાઈ ડિવાઈડર જોડે

ગયા અઠવાડિયે જ બનેલી એક બેસ્ટ બસ દુર્ઘટના (BEST Bus Accident) વિશે વાટ કરીએ તો બોરીવલી પૂર્વમાં બેસ્ટ બસની સામે અચાનક આવેલા મોટરસાયકલ સવારને બચાવવા માટે ડ્રાઈવરે ટર્ન લીધો હતો, પણ ટર્ન લીધા બાદ બેસ્ટ સીએનજી બસ રોડ ડિવાઇડર સાથે અથડાઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના રાત્રે લગભગ ૧૧.૨૦ વાગ્યે દૌલત નગર બસ સ્ટોપ પાસે બની હતી. બસ વૈશાલી નગરથી બોરીવલી ઈસ્ટ તરફ જઈ રહી હતી ત્યારે આ એક્સિડન્ટ બન્યો હતો. મળી રહેલા અહેવાલો અનુસાર મોટરસાયકલચાલક કોઈ હોર્ન આપ્યા વગર જ ડાબી લેનથી બસના રૂટમાં આવી ગયો હતો. બંને વાહનો વચ્ચે ટક્કર ન થાય એના પ્રયાસમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ વ્હીલને જમણી તરફ ફેરવ્યું હતું જેના કારણે બસ ડિવાઇડર સાથે ભટકાઈ હતી. આ દુર્ઘટના બાદમાં બસને ત્યાંથી હટાવવા માટે ટોઇંગ વાહન બોલાવવામાં આવ્યું હતું. તેની મદદથી બસને ઉપાડીને માગાથાણે ડેપોમાં લઈ જવામાં આવી હતી.

કોઈ જાનહાનિના અહેવાલ નથી

આ ઘટનાના સંદર્ભમાં મુસાફરો, બસના ક્રૂ અથવા અન્ય કોઈને પણ કોઈ ઈજા થઈ હોવાના અહેવાલ નથી. બસને કેટલું નુકસાન (BEST Bus Accident) થયું છે તે જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રિપોર્ટ સમયે કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) એ બસ ડ્રાઈવર અને કંડક્ટરની વિગતો રેકોર્ડ કરી હતી અને તેમને જાણ કરી હતી કે તપાસ દરમિયાન જરૂર પડશે તો તેમનો સંપર્ક કરવામાં આવશે.

mumbai news mumbai powai brihanmumbai electricity supply and transport road accident vikhroli bandra