બસ-સ્ટૉપ્સની થશે કાયાપલટ

29 September, 2022 09:20 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ગ્લાસ પૅનલ્સ, ડિજિટલ ઇન્ડિકેટર્સ અને વાઇ-ફાઇથી સજ્જ ૨૦૦ શેલ્ટર્સને ૧૦૦ દિવસમાં તૈયાર કરાશે

બેસ્ટે બુધવારે નવા બસ-સ્ટૉપની ડિઝાઇન જાહેર કરી હતી

બેસ્ટે બુધવારે શહેરનાં બસ-સ્ટૉપને અપગ્રેડ કરવાના ૧૦૦ દિવસ અને ૩૦૦ દિવસની સમયમર્યાદા સાથેના પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્લાન અનુસાર બસ-સ્ટૉપ ગ્લાસ પૅનલ્સ, ડિજિટલ ઇન્ડિકેટર્સ, વાઇ-ફાઇ અને પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ જેવાં ઍડ્વાન્સ ફીચર્સથી નવાં રંગરૂપ ધારણ કરશે.

બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘બસ ક્યુ શેલ્ટર તૈયાર કરવાનો અને પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડતો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ૧૦૦ દિવસમાં એનો અમલ કરાશે. એમાં પ્રારંભિક ધોરણે દસ જગ્યાએ બસ ક્યુ શેલ્ટર્સ બનાવવાનો, ૨૦૦ શેલ્ટર્સને નવેસરથી તૈયાર કરવાનો અને ૫૦ ડિજિટલ બસ ક્યુ શેલ્ટર્સના બાંધકામનો સમાવેશ થાય છે. પ્રારંભિક તબક્કો પૂરો થઈ ગયા પછી અન્ય સુધારાઓનો ૩૦૦ દિવસનો પ્લાન હાથ ધરાશે.’ 

તેમ‌ણે વધુમાં કહ્યું હતું કે ‘૧૦૦ દિવસના પ્લાનમાં ૨૦૦ બસ ક્યુ શેલ્ટર્સને નવી ડિઝાઇન સાથે તૈયાર કરાશે. ૫૦ ડિજિટલ બસ ક્યુ શેલ્ટર્સ ડિજિટલ પૅનલ્સ ધરાવશે. નવેસરથી તૈયાર થયેલાં ૨૦૦માંથી પચાસ શેલ્ટર્સને સીએસઆર પૉલિસી હેઠળ અડૉપ્શન માટે કંપનીઓને ઑફર કરાશે.’

૧૦૦ દિવસમાં તૈયાર થનારાં ડિજિટલ બસ-સ્ટૉપમાં સીસીટીવી કૅમેરા, દિવ્યાંગો માટે બ્રેઇલ સાઇનેજ અને પૅનલ્સ, ટ્રાફિક તરફની સીટિંગ ધરાવતી આધુનિક ડિઝાઇન ધરાવતી બેઠક-, લપસણું ન હોય એવું ફ્લોરિંગ, પબ્લિક બાઇસિકલ શૅરિંગ, સ્માર્ટ ડિવાઇસ ચાર્જિંગ પૉઇન્ટ્સ, વાઇ-ફાઇ, બસના આગમન માટે રૂફ ઇન્ડિકેટર્સ, મિસ્ટ કૂલિંગ સિસ્ટમ, દુર્ઘટનાના સંજોગોમાં એસઓએસ પૅનિક બટન, સેન્ટ્રલી કન્ટ્રોલ્ડ પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ, પૉડકાસ્ટ અને થીમ આધારિત મ્યુઝિક ફૅસિલિટી, ઈ-લાઇબ્રેરી, ૩૬૦ ડિગ્રી વિઝિબિલિટી માટે ટફન્ડ ગ્લાસ પૅનલ્સ અને ફર્સ્ટ એઇડ કિટ જેવાં ૧૬ મુખ્ય ફીચર્સ ગોઠવવામાં આવશે.

mumbai mumbai news brihanmumbai electricity supply and transport rajendra aklekar