હવે ગૂગલપે અને વૉટ્સઍપ પરથી પણ મળશે BEST બસની ટિકિટ

22 April, 2026 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ્રો અને રેલવેને એક જ ડિજિટલ પ્લૅટફૉર્મ સાથે કનેક્ટ કરવા માટે આ મહત્ત્વનું પગલું છે

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસની ટિકિટ લેવા માટે કન્ડક્ટર પાસે છૂટા પૈસાની ન માથાકૂટ કરવી પડશે કે ન તો કોઈ અલગ ઍપ ડાઉનલોડ કરવી પડશે. ઓપન નેટવર્ક ફૉર ડિજિટલ કૉમર્સ (ONDC) દ્વારા હવે ગૂગલપે, ફોનપે, પેટીએમ અને વૉટ્સઍપ જેવી ઍપ દ્વારા સીધા જ ક્વિક રિસ્પોન્સ (QR) કોડ સ્કૅન કરીને ટિકિટ ખરીદી શકાશે.

બસ, મેટ્રો અને રેલવેને એક જ ડિજિટલ પ્લૅટફૉર્મ સાથે કનેક્ટ કરવા માટે આ મહત્ત્વનું પગલું છે. અત્યારે BESTની કુલ આવકના ૧૫થી ૧૬ ટકા હિસ્સો ડિજિટલ ટિકિટિંગનો છે. હવે આ નવી સુવિધા બાદ આ હિસ્સો વધીને ૨૫થી ૩૦ ટકા થવાની અપેક્ષા છે. આ પ્લૅટફૉર્મ દ્વારા મુસાફરો મેટ્રો અને અન્ય ટ્રાન્સપોર્ટ વિકલ્પનો ઉપયોગ કરીને ફર્સ્ટ માઇલ ટુ લાસ્ટ માઇલ મુસાફરી એક જ જગ્યાએથી પ્લાન કરી શકશે.

mumbai news mumbai brihanmumbai electricity supply and transport mumbai transport travel news