28 April, 2025 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસ સેવા પર દરરોજ ૩૧ લાખથી વધુ દૈનિક મુસાફરો આધાર રાખે છે. જોકે તાજેતરમાં બેસ્ટ પ્રશાસન એક નિર્ણય પર ચર્ચા કરી રહી છે જેની લાખો પ્રવાસીઓને અસર થવાની શક્યતા છે. કારણ કે બેસ્ટ દ્વારા બસ સેવાઓ માટે ભાડામાં મોટો વધારો કરવાની મંજૂરી આપી છે. નવા નિર્ણય મુજબ, BEST બસોનું લઘુત્તમ ભાડું બમણું કરવામાં આવશે. આ નિર્ણય આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાને પુનર્જીવિત કરવાના હેતુથી આ નિર્ણયને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મંજૂરી મળી ગઈ છે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (MMRTA) તરફથી અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
BMC કમિશનરે ભાડા વધારા અંગે પુષ્ટિ આપી
મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ડૉ. ભૂષણ ગગરાણીએ એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી, નોંધ્યું કે ઉપક્રમની ખરાબ નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો અનિવાર્ય હતો. એકવાર અમલમાં મૂકાયા પછી, નૉન-એસી બસોનું લઘુત્તમ ભાડું ૫ રૂપિયાથી વધીને ૧૦ રૂપિયા થઈ જશે, જ્યારે એસી બસનું ભાડું ૬ રૂપિયાને બદલે ૧૨ રૂપિયાથી શરૂ થશે.
માસિક અને સાપ્તાહિક પાસ પણ મોંઘા થશે
માસિક અને સાપ્તાહિક પાસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળવાનો છે. ૫ કિમીનો નૉન-એસી માસિક પાસ હવે ૪૫૦ રૂપિયાથી વધીને ૮૦૦ રૂપિયા થશે, જ્યારે એસી પાસ ૬૦૦ રૂપિયાથી વધીને ૧,૧૧૦ રૂપિયા થશે. ૨૦ કિમીની મુસાફરી માટે, નૉન-એસી પાસ ૨,૨૦૦ રૂપિયાથી વધીને ૨,૬૦૦ રૂપિયા થશે અને એસી પાસ ૨,૭૦૦ રૂપિયાથી વધીને ૩,૫૦૦ રૂપિયા થશે. છેલ્લા એક દાયકામાં મુંબઈ મહાનગરપાલિકા તરફથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સબસિડી મેળવનાર બેસ્ટ લાંબા સમયથી વધતા નુકસાનનો સામનો કરી રહી છે. બીએમસીએ પોતાના બજેટની મર્યાદાઓનો ઉલ્લેખ કરીને, વધુ નાણાકીય સહાયની શક્યતા નકારી કાઢવામાં આવી હતી, જેના કારણે ભાડામાં વધારો એકમાત્ર યોગ્ય માર્ગ રહ્યો હતો.
જ્યારે અધિકારીઓ દલીલ કરે છે કે શહેરના બસ નેટવર્કને આધુનિક બનાવવા અને ટકાવી રાખવા માટે આ વધારો મહત્ત્વપૂર્ણ છે, ત્યારે આ જાહેરાતથી મુસાફરોમાં ચિંતા ફેલાઈ છે. ઘણા લોકોને ડર છે કે ઊંચા ભાડા દૈનિક મુસાફરોને રોકશે, ખાસ કરીને ઓછી આવક ધરાવતા જૂથો માટે જે પહેલાથી જ ફુગાવા અને ઊંચા જીવન ખર્ચનો સામનો કરી રહ્યા છે. મુસાફરોના સંગઠનો અને નાગરિક જૂથોએ અધિકારીઓને ભાડા વધારા પર પુનર્વિચાર કરવા અથવા તબક્કાવાર ઘટાડો કરવા વિનંતી કરી છે, અને ચેતવણી આપી છે કે આ પગલાથી વધુ લોકો ભીડભાડવાળી ટ્રેનો અથવા ખાનગી વાહનો તરફ ધકેલાઈ શકે છે - જે સમગ્ર મુંબઈમાં ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાઓમાં વધારો કરશે.
સુધારેલા ભાડામાં મોટો વધારો થયો છે:
નૉન-એસી બસ ભાડા:
૫ કિમી સુધી: રૂ. ૫ → રૂ. ૧૦
૫-૧૦ કિમી: રૂ. ૧૦ → રૂ. ૧૫
૧૦-૧૫ કિમી: રૂ. ૧૫ → રૂ. ૨૦
૧૫-૨૦ કિમી: રૂ. ૨૦ → રૂ. ૩૦
૨૦-૨૫ કિમી: રૂ. ૨૦ → રૂ. ૩૫
એસી બસ ભાડા:
૫ કિમી સુધી: રૂ. ૬ → રૂ. ૧૨
૫-૧૦ કિમી: રૂ. ૧૩ → રૂ. ૨૦
૧૦-૧૫ કિમી: રૂ. ૧૯ → રૂ. ૩૦
૧૫-૨૦ કિમી: રૂ. ૨૫ → રૂ. ૩૫
૨૦-૨૫ કિમી: રૂ. ૨૫ → રૂ. ૪૦
માસિક પાસના નવા દર:
નૉન-એસી: બસ
૫ કિમી: રૂ. ૪૫૦ → રૂ. ૮૦૦
૧૦ કિમી: રૂ. ૧,૦૦૦ → રૂ. ૧,૨૫૦
૨૦ કિમી: રૂ. ૨,૨૦૦ → રૂ. ૨,૬૦૦
એસી: બસ
૫ કિમી: રૂ. ૬૦૦ → રૂ. ૧,૧૦૦
૧૦ કિમી: રૂ. ૧,૪૦૦ → રૂ. ૧,૭૦૦
૨૦ કિમી: રૂ. ૨,૭૦૦ → રૂ. ૩,૫૦૦
સુધારેલા સાપ્તાહિક પાસ દરો:
૫ કિમી: રૂ. ૭૦ → રૂ. ૧૪૦
૧૦ કિમી: રૂ. ૧૭૫ → રૂ. ૨૧૦
૨૦ કિમી: રૂ. ૩૫૦ → રૂ. ૪૨૦