પૂરરાહત ફન્ડમાં દાન આપતાં બોગસ સંગઠનોથી સાવધ રહો: પોલીસ

31 July, 2021 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુદરતી હોનારતનો લાભ લઈને સાઇબર ઠગો બેનામી એનજીઓ અને ચૅરિટેબલ ટ્રસ્ટના નામે દાનની હાકલ કરી રહ્યા છે. 

પ્રતીકાત્મક તસવીર

પૂરગ્રસ્તોની સહાયતા માટે દગાબાજો બોગસ સંગઠનો ઊભાં કરી ઑનલાઇન નાણાં એકઠાં કરી રહ્યા હોવાની ચેતવણી આપતાં મહારાષ્ટ્ર પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે લોકોએ કોઈ પણ સંગઠનને ઑનલાઇન સહાય કરતાં પહેલાં ધ્યાન રાખવું જોઈએ એમ જણાવતી ઍડ્વાઇઝરી રાજ્ય પોલીસની સાઇબર શાખાએ જાહેર કરી છે. 
ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં આવેલા પૂર અને ભૂસ્ખલનના પીડિતો માટે મુંબઈનાં અનેક સંગઠનો સોશ્યલ મીડિયા પર મદદની ટહેલ મૂકી રહ્યાં છે. કુદરતી હોનારતનો લાભ લઈને સાઇબર ઠગો બેનામી એનજીઓ અને ચૅરિટેબલ ટ્રસ્ટના નામે દાનની હાકલ કરી રહ્યા છે. 
આ સંસ્થાઓના નામે આપવામાં આવેલા બૅન્ક-અકાઉન્ટ નંબરો કોઈનાં વ્યક્તિગત અકાઉન્ટ પણ હોઈ શકે છે. આથી કોઈ પણ સંસ્થાને ઑનલાઇન દાન આપતાં પહેલાં લોકોએ તેની વિશ્વસનીયતા ચકાસી લેવી જોઈએ. 

mumbai news Mumbai