08 November, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વન્દે માતરમ્નું સમૂહગાન ભારત ડાયમન્ડ બુર્સમાં
બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં ગઈ કાલે ‘વન્દે માતરમ્’ને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણીરૂપે ‘વન્દે માતરમ્’ના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૨.૩૦ વાગ્યે બુર્સના પદાધિકારીઓ, વેપારીઓ, દલાલભાઈઓ, બુર્સનો સ્ટાફ અને સિક્યૉરિટી સ્ટાફ મોટી સંખ્યામાં બુર્સના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર ભેગા થયા હતા અને તેઓ ૧૫૦નો આંકડો વંચાય એ રીતે ઊભા રહી ગયા હતા.
તેમણે સૌએ ભેગા મળીને ‘વન્દે માતરમ્’ ગાતાં માહોલ દેશભક્તિમાં ફેરવાઈ ગયો હતો.