13 November, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર BJPના પ્રમુખ રવીન્દ્ર ચવાણ
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીપંચે સ્ટાર પ્રચારકોની સંખ્યામાં વધારો કર્યો છે. એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે એના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. મહારાષ્ટ્ર BJPના પ્રમુખ રવીન્દ્ર ચવાણે બહાર પાડેલી આ યાદીમાં રાજ્યના ૪૦ અગ્રણી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને શિવ પ્રકાશજી જેવા ટોચના નેતાઓ સક્રિયપણે પ્રચાર કરવા માટે મેદાનમાં ઊતરશે. આ ઉપરાંત આશિષ શેલાર, રાવસાહેબ દાનવે, પીયૂષ ગોયલ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, વિનોદ તાવડેનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
૨૪૬ નગરપરિષદ અને ૪૨ નગરપંચાયત માટે બીજી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને મતગણતરી ૩ ડિસેમ્બરે થશે. આ ચૂંટણીમાં ૬૮૫૯ સભ્યો અને ૨૮૮ કાઉન્સિલ પ્રમુખો ચૂંટાશે. કુલ ૧.૭ કરોડ મતદારો મતદાન કરશે, જેમાં ૫૩.૮ લાખ પુરુષો, ૫૩.૨ લાખ મહિલાઓ અને ૭૭૫ અન્ય લોકોનો સમાવેશ થાય છે.