12 March, 2025 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભવન, ચોપાટીમાં આજે નાટક રણમાં ઊતરી ગુજરાતણના કલાકાર-કસબીઓ સાથે સંવાદ
ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર દ્વારા એક આગવા ઉપક્રમ ‘પ્રેક્ષકોનું રંગ-મિલન’ શ્રેણીમાં આજે ૧૨ માર્ચે નાટક ‘રણમાં ઊતરી ગુજરાતણ’ના કલાકાર-કસબીઓ સાથે પ્રેક્ષકો સંવાદ સાધશે. ‘રણમાં ઊતરી ગુજરાતણ’ના કલાકાર-કસબીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે અને નાટક વિશે, નાટકના ઘડતર વિશે, કલાકારો વિશે, એની વિશેષતા અને ભજવણી વિશે પ્રેક્ષકો સાથે વાતચીત કરશે. પ્રેક્ષકો પણ તેમને પ્રશ્રો પૂછી નાટક વિશેની પોતાની જિજ્ઞાસા સંતોષી શકશે. આ શ્રેણીના સંકલ્પના અને સંયોજન નિરંજન મહેતાના છે. આયોજક અજિંક્ય સંપટ છે. ભવન (ચોપાટી)ના ઍર-કન્ડિશન્ડ ગીતા મંદિર હૉલમાં સાંજે ૬.૧૫ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં સૌ રસિકોને નિઃશુલ્ક પ્રવેશ છે.