19 July, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુસેન શેખ પાસે પોલીસે માફી મગાવીને એ વિડિયો અપલોડ કરાવ્યો.
ભિવંડીના પદમાનગરમાં શુક્રવારે રાતે પાનની દુકાન પર થયેલા મામૂલી વિવાદને લઈને હુસેન શેખ નામના યુવાને એ ઘટનાનો વિડિયો લઈને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો એટલું જ નહીં, તેણે લૂંટ ચલાવવાની ધમકી પણ આપી હતી અને હિન્દુ ધર્મને વખોડતી કમેન્ટ પણ કરી હતી.
એ વિડિયો જોતજોતાંમાં વાઇરલ થઈ ગયો હતો અને હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાઈ હતી. એથી સોશ્યલ મીડિયામાં જ તેના એ કૃત્યને વખોડવામાં આવ્યું હતું. વળી વિડિયો વાઇરલ થયા બાદ અનેક હિન્દુઓએ એ વિશે ઑબ્જેક્શન લીધું હતું. આ બાબતની જાણ ભિવંડી સિટી પોલીસને થતાં એણે જાતે જ તપાસ ચાલુ કરી હતી. બહુ ટૂંક સમયમાં પોલીસે ટેક્નિકલ હેલ્પ લઈ ટ્રેસ કરીને તેને ઝડપી લીધો હતો. ત્યાર બાદ પોલીસે તેનો આ જ બાબતે હાથ જોડીને માફી માગતો વિડિયો બનાવડાવ્યો હતો અને તેના જ સોશ્યલ અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો.