08 December, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ બાઇક પર બન્ને મિત્રો સવાર હતા.
નાયગાંવ ઈસ્ટ-વેસ્ટને જોડતા ફ્લાયઓવર પર ગઈ કાલે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલા ૨૦ વર્ષના રોહિત સિંહે તેની બાઇક પરથી કન્ટ્રોલ ગુમાવતાં બાઇક ફ્લાયઓવરની દીવાલ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતને કારણે રમેશ બ્રિજની ઉપરથી નીચે પટાકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની પાછળ બેઠેલો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકો અને અન્ય મોટરિસ્ટોએ તરત જ આ અકસ્માત બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ સ્પૉટ પર ધસી ગઈ હતી. ઘાયલ મિત્રને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.