01 December, 2025 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે અને પૉલિટિકલ પાર્ટીઓ પૂરી તૈયારીમાં લાગી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ૧૧ અગ્રણી નેતાઓની સમિતિ બનાવી છે જેમાં પાર્ટીના વિધાનસભ્યો, નગરસેવકો સાથે પાર્ટીના પદાધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
થોડા સમય પહેલાં BJPના કાર્યકરોએ લોકોના ઘરે-ઘરે જઈને તેમની શું અપેક્ષા છે એ જાણવા માટેનો સર્વે કર્યો હતો. હવે એ સર્વેનાં તારણોને ધ્યાનમાં રાખીને BJP પોતાનો ચૂંટણીઢંઢોરો તૈયાર કરશે.
કોણ-કોણ છે કમિટીમાં
મેનિફેસ્ટો માટેની આ સમિતિમાં વિધાનસભ્ય પરાગ અલવણી, યોગેશ સાગર, સંજય ઉપાધ્યાય, યોજના ઢોકળે, ભાલચંદ્ર શિરસાટ, પ્રભાકર શિંદે, પ્રતીક કર્પે, અભિજિત સામંત, રીટા મકવાણા અને શ્રીકલા પિલ્લેનો સમાવેશ છે.