18 January, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રનાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવીને ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી શક્તિશાળી પક્ષ તરીકે ઊભરી આવી છે. મહારાષ્ટ્રની કુલ ૨૮૬૯માંથી ૧૪૨૫ બેઠકો જીતીને મહાયુતિ સાથે કુલ પચીસ મહાનગરપાલિકામાં BJPએ વિજયધ્વજ લહેરાવ્યો છે.
મતગણતરીના આખરી પરિણામ મુજબ શિવસેનાને ૩૯૯, કૉન્ગ્રેસને ૩૨૪, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને ૧૬૭, શિવસેના (UBT)ને ૧૫૫, NCP (SP)ને ૩૬, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને ૧૩, બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને ૬, ચૂંટણીપંચમાં નોંધાયેલા પક્ષોને ૧૨૯, માન્યતાપ્રાપ્ત ન હોય એવા પક્ષોને ૧૯૬ અને ૧૯ અપક્ષોને જીત મળી છે.
BJPના હાથમાંથી વસઈ-વિરાર, લાતુર, માલેગાવ અને પરભણી કૉર્પોરેશનની સત્તા ગઈ છે. લાતુરમાં મોટો અપસેટ સર્જાતાં BJPની સત્તા કૉન્ગ્રેસે પોતાને નામ કરી છે તો માલેગાવમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પોતાનું વર્ચસ વધાર્યું છે. વસઈ-વિરાર બહુજન વિકાસ આઘાડી (BVA)નો ગઢ રહ્યો છે. પરભણીમાં શિવસેના (UBT)ને સત્તા મળી છે.
BJPએ ૨૦૧૭માં કૉર્પોરેશન ચૂંટણીમાં ૧૧૩૭ બેઠક જીતી હતી જ્યારે ૨૦૨૬માં ૧૪૨૫ બેઠક જીતી છે.