મુંબઈમાં દિવાળીના ચાર દિવસમાં ૩૦૦૦ ટન વધારાનો કચરો કલેક્ટ કરવામાં આવ્યો

25 October, 2025 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ચાર દિવસોમાં જે ૩૦૭૫ ટન કચરો ઉપાડવામાં આવ્યો એમાંથી ૨૦૭૫ ટન કચરો કાંજુર અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠાલવવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૧૮ ઑક્ટોબરથી ૨૧ ઑક્ટોબર સુધીના દિવાળીના તહેવારના આ ચાર દિવસો દરમ્યાન રોજિંદા કચરા ઉપરાંત ૩૦૦૦ ટન કચરો કલેક્ટ કર્યો હતો. BMCએ કહ્યું હતું કે રોજના અંદાજે ૬૦૦થી ૭૦૦ ટન કચરો વધુ કલેક્ટ કરવામાં આવ્યો હતો.

આ ચાર દિવસોમાં જે ૩૦૭૫ ટન કચરો ઉપાડવામાં આવ્યો એમાંથી ૨૦૭૫ ટન કચરો કાંજુર અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠાલવવામાં આવ્યો હતો, જ્યારે બાકીનો ૧૦૦૦ ટન કચરો ટ્રાન્સફર સ્ટેશનમાં પડ્યો છે જે વહેલી તકે ઉપાડી લેવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. રોજેરોજ સાફસફાઈ કરવામાં આવે છે અને મુંબઈ શહેર અને પરા વિભાગમાંથી કચરો ઉપાડી લેવામાં આવે છે. BMCના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વર્કરો રાઉન્ડ ધ ક્લૉક કામ કરી આ કચરો ઉપાડી શહેરને સ્વચ્છ રાખે છે. 

diwali happy new year brihanmumbai municipal corporation mumbai mumbai news