BMCના ઇલેક્શનમાં ૧૨૪ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે મકરંદ નાર્વેકર સૌથી શ્રીમંત ઉમેદવાર

12 January, 2026 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મકરંદ નાર્વેકરે ૨૦૧૨માં ૩.૬૭ કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. એ પછી ૨૦૧૭માં ૬.૩૨ કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવાઈ હતી

મકરંદ નાર્વેકર

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મકરંદ નાર્વેકર આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન​ (BMC)ની ચૂંટણીમાં સૌથી શ્રીમંત ઉમેદવાર છે. તેમની સંપત્તિ તેમના સોગંદનામામાં ૧૨૪ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. ૪૭ વર્ષના મકરંદ નાર્વેકર બે વખતના કૉર્પોરેટર છે. મકરંદ નાર્વેકરે ઑક્ટોબર ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૫ દરમ્યાન અલીબાગમાં જમીનના ૨૭ પ્લૉટ ખરીદ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘મારા સોગંદનામામાં બધું જ દર્શાવવામાં આવ્યું છે. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે આ ભારત ચમકતું હોવાનું જીવંત ઉદાહરણ છે.’

મકરંદ નાર્વેકરે ૨૦૧૨માં ૩.૬૭ કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. એ પછી ૨૦૧૭માં ૬.૩૨ કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવાઈ હતી. તેમનું કહેવું હતું કે અટલ સેતુ, અલીબાગ માટેની રો-રો ફેરી-સર્વિસ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે તેમની જમીનોનું મૂલ્ય અચાનક વધી ગયું છે.

mumbai news mumbai bharatiya janata party rahul narwekar political news bmc election municipal elections