કયા-કયા ગુજરાતી-મારવાડી ઉમેદવારો જીત્યા?

17 January, 2026 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મહાનગરપાલિકામાં ૨૦૧૭માં ૨૨૭ નગરસેવકોમાંથી અંદાજે ૨૩ ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. આ વખતની ચૂંટણીમાં ફક્ત ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી ૧૫ ઉમેદવારો ગઈ કાલે જીત્યા.

ગઈ કાલે મંુબઈમાં BJPના હેડક્વૉર્ટરની બહાર ઉજવણી

મુંબઈ મહાનગરપાલિકામાં ૨૦૧૭માં ૨૨૭ નગરસેવકોમાંથી અંદાજે ૨૩ ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. આ વખતની ચૂંટણીમાં ફક્ત ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી ૧૫ ઉમેદવારો ગઈ કાલે જીત્યા હતા.

BJP અને શિંદે ‌શિવસેનાના જે ઉમેદવારો ગઈ કાલે જીત્યા હતા એમાં વૉર્ડ-નંબર ૧૦માંથી જિતેન્દ્ર અંબાલાલ પટેલ (૨૦,૧૨૬), વૉર્ડ-નંબર ૧૫માંથી જિજ્ઞાસા શાહ (૨૬,૦૮૮), 
વૉર્ડ-નંબર ૨૧માંથી લીના પટેલ દહેરેકર (૨૦,૨૬૭), વૉર્ડ-નંબર બાવીસમાંથી હિમાંશુ પારેખ (૧૬,૯૧૯), વૉર્ડ-નંબર ૩૦માંથી ધવલ વોરા (૨૩,૩૪૬), વૉર્ડ-નંબર પંચાવનમાંથી હર્ષ પટેલ (૧૮,૭૨૮), વૉર્ડ-નંબર ૯૭માંથી હેતલ ગાલા (૧૩,૩૯૮), વૉર્ડ-નંબર ૧૦૩માંથી ડૉ. હેતલ ગાલા મોરવેકર (૧૭,૩૩૪), વૉર્ડ-નંબર ૧૦૭માંથી ડૉ. નીલ સોમૈયા (૨૧,૨૨૯), વૉર્ડ-નંબર ૧૩૦માંથી ધર્મેશ ગિરિ (૧૪,૨૫૩), વૉર્ડ-નંબર ૧૭૭માંથી કલ્પેશા કોઠારી (૧૨,૧૭૯), વૉર્ડ-નંબર ૨૧૭માંથી ગૌરાંગ ઝવેરી (૧૫,૩૧૭), વૉર્ડ-નંબર ૨૨૧માંથી આકાશ પુરોહિત (૬૧૭૮) અને વૉર્ડ-નંબર ૨૨૨માંથી રીટા મકવાણા (૧૨,૧૫૪ મત)નો સમાવેશ છે.

bmc election brihanmumbai municipal corporation bharatiya janata party gujarati community news gujaratis of mumbai mumbai news news