કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલા દિગ્ગજ રવિ રાજા હારી ગયા

17 January, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCની છેલ્લી ટર્મના વિરોધ પક્ષના વડા અને ધારાવીના F નૉર્થમાંથી કૉન્ગ્રેસના નેતા રવિ​ રાજા પાંચ ટર્મથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવતા હતા. કૉન્ગ્રેસે તેમને ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી વખતે ટિકટ ન આપતાં તેઓ પક્ષ-પલટો કરીને ઑક્ટોબર ૨૦૨૪માં BJP જૉઇન કરી હતી.

રવિ રાજા

BMCની છેલ્લી ટર્મના વિરોધ પક્ષના વડા અને ધારાવીના F નૉર્થમાંથી કૉન્ગ્રેસના નેતા રવિ​ રાજા પાંચ ટર્મથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવતા હતા. કૉન્ગ્રેસે તેમને ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી વખતે ટિકટ ન આપતાં તેઓ પક્ષ-પલટો કરીને ઑક્ટોબર ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટી (BJP) જૉઇન કરી હતી. આ વખતે તેમણે BJPમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેમને શિવસેના (UBT)ના જગદીશ થૈવલપિલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રવિ રાજા ૨૦૧૭માં ધારાવીના વૉર્ડ-નંબર ૧૭૬માંથી કૉન્ગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટણી લડ્યા હતા અને ૩૮૧૪ મત મેળવી જીતી ગયા હતા. જ્યારે આ વખતે F નૉર્થના ૧૦ ઇલેક્શન-વૉર્ડમાંથી ૮ ઇલેક્શન-વૉર્ડ મહિલાઓ માટે અનામત જાહેર કરાયા હોવાથી તેમને પોતાના હોમગ્રાઉન્ડ પરથી લડવું મુશ્કેલ થઈ ગયું હતું. એથી તેમણે વૉર્ડ-નંબર ૧૮૫માંથી ઝુકાવ્યું હતું. એ બેઠક પહેલાં પણ જગદીશ થૈવલપિલ પાસે હતી. આ વખતે રવિ રાજાએ જોર લગાડ્યું પણ તે   જગદીશ થૈવલપિલને હરાવી શક્યા નહોતા. જગદીશ થૈવલપિલે પોતાની બેઠક જાળવી રાખી રવિ રાજાને હાર આપી હતી. જગદીશ થૈવલપિલેને ૮૮૬૦ મત મળ્યા હતા જ્યારે રવિ રાજાને ૬૩૮૮ મત મળ્યા હતા. આમ તેમને ૨૪૭૨ મત ઓછા મળ્યા હતા. આમ રવિ રાજાએ વર્ષો જૂની તેમની પાર્ટી કૉન્ગ્રેસ પણ છોડી અને હવે નગરસેવક પદ પરથી પણ હાથ ધોવા પડ્યા હતા.

congress bharatiya janata party bmc election brihanmumbai municipal corporation mumbai news news