03 January, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મૅનિફેસ્ટોની જાહેરાત દરમ્યાન આદિત્ય અને અમિત ઠાકરે (તસવીર : આશિષ રાજે)
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે ગઈ કાલે શિવસેના (UBT) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ તેમનો મૅનિફેસ્ટો જાહેર કરી દીધો હતો. ઉદ્ધવ અને રાજને બદલે ઠાકરેની ત્રીજી પેઢીએ આ મૅનિફેસ્ટોની જાહેરાત કરી હતી. વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને MNSના નેતા અમિત ઠાકરેએ દાદરમાં શિવસેના ભવનમાં વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરીને તેમની ઘોષણા પાર્ટીના કાર્યકરોને સમજાવી હતી.
ઘરકામ કરતી મહિલાઓને ૧૫૦૦ રૂપિયા સ્વાભિમાન-સહાય આપવામાં આવશે.
મ્યુનિસિપલ સ્કૂલોમાં BMC દ્વારા જુનિયર કૉલેજ શરૂ કરવામાં આવશે.
BMCનાં તમામ પાર્કિંગ મફત કરી નાખવામાં આવશે.
એક લાખ યુવાનો માટે ૨૫ હજારથી ૧ લાખ રૂપિયા સુધીની સ્વરોજગાર સહાય.
૭૦૦ સ્ક્વેર ફીટ સુધીનાં મકાનો માટે પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવામાં આવશે.
૧૦૦ યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે.
દરેક વૉર્ડમાં એક મિની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે.
કોળી મહિલાઓ માટે ૧૦ રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે.
બેસ્ટ બસની ટિકિટના 5-10-15-20 રૂપિયાના ફ્લૅટ રેટ કરવામાં આવશે.