07 January, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે રાજકીય પક્ષોનાં ગઠબંધનો વચ્ચે અને યુતિની અંદરના સાથીઓમાં પણ સ્પર્ધા જામેલી છે. આ સ્થિતિમાં મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોની સંખ્યા વધારે છે અને અપક્ષ ઉમેદવારોને કારણે તો ઘણી બેઠકો પર મતદાન કરતી વખતે વોટરોને લાંબું લિસ્ટ જોવા મળી શકે છે. જોકે આવી ખચોખચ સ્થિતિમાં પણ ૯ વૉર્ડ એવા છે જ્યાં કૉમ્પિટિશન ફક્ત બે ઉમેદવાર વચ્ચે જ છે.
BMCની ૨૨૭ બેઠક માટે આમ તો ૧૭૦૦થી વધુ ઉમેદવાર મેદાનમાં છે અને દરેક બેઠક પર સામાન્ય રીતે ઉમેદવારોની સંખ્યા ઓછામાં ઓછી બેથી વધારેમાં વધારે ૨૧ સુધીની છે. ફક્ત બે ઉમેદવાર ધરાવતા ૯ વૉર્ડમાં દહિસર, માગાઠાણે, ચારકોપ, મલાડ-વેસ્ટ, માહિમ-દાદર, વરલી, કોલાબા અને બોરીવલીના બે વૉર્ડનો સમાવેશ થાય છે.
માત્ર બે ઉમેદવાર વચ્ચે સ્પર્ધા હોય એવા વૉર્ડ
વૉર્ડ-નંબર ૬
દીક્ષા કારકર - શિવસેના (એકનાથ શિંદે)
સંજય વેન્ગુર્લેકર – શિવસેના (UBT)
વૉર્ડ-નંબર ૧૧
ડૉ. અદિતિ ભાસ્કર ખુરસુંગે – શિવસેના (એકનાથ શિંદે)
કવિતા માને - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)
વૉર્ડ-નંબર ૧૫
જિજ્ઞા શાહ – ભારતીય જનતા પાર્ટી (BJP)
જયશ્રી એડવિન બંગેરા – શિવસેના (UBT)
વૉર્ડ-નંબર ૧૮
સંધ્યા વિપુલ દોશી - શિવસેના (એકનાથ શિંદે)
સદિચ્છા મોરે - MNS
વૉર્ડ-નંબર ૧૯
દક્ષતા કવઠણકર - BJP
લીના ગુઢેકર – શિવસેના (UBT)
વૉર્ડ-નંબર ૪૬
યોગિતા કોળી BJP
સ્નેહિતા ડેહલીકર - MNS
વૉર્ડ-નંબર ૧૧૧
પ્રિયા સરવણકર - શિવસેના (એકનાથ શિંદે)
વિશાખા રાઉત - શિવસેના (UBT)
વૉર્ડ-નંબર ૧૯૮
વંદના ગવળી – શિવસેના (એકનાથ શિંદે)
અબોલી ખાડે – શિવસેના (UBT)
વૉર્ડ-નંબર ૨૨૬
મકરંદ નાર્વેકર (BJP)
તેજલ પવાર (અપક્ષ)
JCBમાં બેસીને ચૂંટણીનો પ્રચાર
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીના પ્રચારાર્થે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે નવી મુંબઈ ગયા હતા. એ વખતે મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમની સભામાં આવ્યા હતા. એમાંથી કેટલાક કાર્યકરો તો લાઇનબંધ આવેલાં JCBમાં બેસીને આવ્યા હતા. આમ નવી મુંબઈના રહેવાસીઓ માટે પણ આ એક અલગ જ અનુભવ રહ્યો હતો.