વરસાદ વચ્ચે BMCનો દાવો, જુલાઇથી હિંદમાતા-ગાંધી માર્કેટ વચ્ચે નહીં ભરાય પાણી..

10 June, 2021 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીએમસીના એડિશનલ મ્યૂનિસિપલ કમિશનર પી વેલરાસુએ સીએનએન-ન્યૂઝ 18 સાથે આ બાબતે વાત કરી. તેમણએ કહ્યું, "અમે વૉટર સ્ટોરેજ ટેન્ક બનાવી રહ્યા છે, આમાં પાણી મોટર દ્વારા મોકલવામાં આવશે."

તસવીર સૌજન્ય અતુલ કાંબલે

મૉનસૂન (Monsoon) આવતા જ દરવર્ષે જેમ આ વર્ષે પણ મુંબઇનું જીવન હલબલી ગયો. સોમવારે શરૂ થયેલી મૉનસૂનના વરસાદની સાથે જ શહેરમાં સ્થળે-સ્થળે પાણી ભરાઇ ગયું. આથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયું અને લોકોને પાણીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જો કે, આ બધા વચ્ચે બૃહન્મુંબઇ મહાનગર પાલિકા (BMC)નું કહેવું છે કે આવતા મહિનાથી સ્થિતિમાં સુધારો થશે કારણકે હિંદમાતા ચોક અને ગાંધી માર્કેટમાં બે મહત્વના પ્રૉજેક્ટ જૂનના અંત સુધીમાં પૂરા થઈ જશે.

બીએમસીના એડિશનલ મ્યૂનિસિપલ કમિશનર પી વેલરાસુએ સીએનએન-ન્યૂઝ 18 સાથે આ બાબતે વાત કરી છે. તેમનું કહેું છે કે, "આંતરરાષ્ટ્રીય અનુભવોના આધારે અમે કેટલાક બહેતરીન આઇડિયા પર કામ કરી રહ્યા છીએ. અમે વૉટર સ્ટોરેજ ટેન્ક બનાવી રહ્યા છીએ, આમાં પાણી મોટર દ્વારા મોકલવામાં આવશે. ચક્રવાતને કારણે આ કાર્ય 15 દિવસ મોડું થઈ ગયું છે. આ જૂનના અંત સુધી પૂરું થઈ જશે. ત્યાર પછી તમને રસ્તાઓના તિનારે પાણી ભરાયેલું નહીં  દેખાય."

ગાંધી માર્કેટમાં એક ટનલ સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે. આ કિંગ્સ સર્કલની સાથે જ વર્ષોથી સૌથી પ્રભાવિત વિસ્તારો છે. ગાંધી માર્કેટ, સાયનમાં જળભરાવ આંબેડકર રોડ પર અનેક કિલોમીટર લાંબુ ટ્રાફિક જામનું કારણ બને છે. આ સર્વિસ રોડ અને અન્ય જગ્યાઓ પર પણ પ્રભાવ પાડે છે.

બીએમસીએ અંડરગ્રાઉન્ડ વૉટર ટેન્ક પર આ કામ કરવાનું શરૂ કરી દીધું છે. પાયલટ પ્રૉજેક્ટ હેઠળ કુલ પાંચ અન્ડરગ્રાઉન્ડ વૉટર ટેન્ક બનાવવામાં આવે છે. આમાંથી બે ટેન્ક હિંદમાતા ફ્લાઇઓવર અને આંબેડકર રોડના કેરજિ-વેની નીચે બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય સેનાપતિ બાપટ માગ્ર પર પ્રમોદ મહાજન ઉદ્યાન, પરેલમાં સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ અને ગાંધી માર્કેટમાં પણ એવા ટેન્ક બનાવવામાં આવશે. આ પ્રૉજેક્ટ બીએમસીના સ્ટૉર્મ વૉટર ડ્રેન ડિપાર્ટમેન્ટે સ્થાનિક સલાહકારની સાથે મળીને તૈયાર કર્યું છે.

Mumbai Mumbai news mumbai rains brihanmumbai municipal corporation