08 October, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
કટોકટીના સમયે લોકોને અલર્ટ કરવા મુંબઈમાં બેસાડવામાં આવેલી કેટલી સાઇરન કાર્યરત છે એ ચેક કરવા સાઇરન સિસ્ટમ ટેસ્ટ કરવામાં આવશે. સાઉથ મુંબઈમાં ૮ અને ૯ ઑક્ટોબરે આ ટેસ્ટ કરવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સાઉથ મુંબઈમાં હાથ ધરવામાં આવનારી આ ટેસ્ટને પગલે નાગરિકોને ભયભીત ન થવાનું જણાવવામાં આવ્યું છે.
જૂના સચિવાલયના બિલ્ડિંગમાં તથા ક્રૉસ મેદાન નજીક આવેલી સિવિલ ડિફેન્સ કૉલેજમાં બેસાડવામાં આવેલી આ સાઇરનનું ટેસ્ટિંગ કરવામાં આવશે એમ જણાવતાં જ્યારે ૮ અને ૯ ઑક્ટોબરે એનું ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે નાગરિકોને ન ગભરાવાની અપીલ BMC દ્વારા કરવામાં આવી છે.
આ કોઈ ઇમર્જન્સી માટેની સાઇરન નથી અને ફક્ત ટેસ્ટિંગ છે. દિલ્હીમાં સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ (C-DOT) દ્વારા વિકસાવવામાં આવેલી આ સાઇરન સિસ્ટમનું ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.