Bombay HC: જજ તો કૂતરા.... મહિલાએ જજો માટે વાપર્યો એવો શબ્દ કે હવે જેલભેગા થવું પડ્યું- જાણો ચોંકાવનારો કિસ્સો

24 April, 2025 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bombay HC: આ મહિલાએ કોર્ટ અને જજોને `ડૉગ માફિયા` કહીને સંબોધ્યા હતા. જજે આ મહિલાને શિક્ષા કરી છે અને ૨૦૦૦ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

બોમ્બે હાઇકોર્ટ (Bombay HC) દ્વારા તાજેતરમાં જ એક મહિલાને સાધારણ કેદની સજા સંભળાવી હતી. હવે આ પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે કે આવું શા માટે થયું? તો તમને જણાવી દઈએ કે આ મહિલાએ કોર્ટ અને જજો વિષે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ મહિલાએ કોર્ટ અને જજોને `ડૉગ માફિયા` કહીને સંબોધ્યા હતા. આ જ કારણોસર ગુસ્સે ભરાયેલા જજે આ મહિલાને શિક્ષા કરી છે અને ૨૦૦૦ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે.

નવી મુંબઈની સીવુડ્સ એસ્ટેટ નામની સોસાયટીમાં રહેતી વિનીતા શ્રીનંદને કોર્ટ અને સુપ્રીમ કોર્ટ (Bombay HC) વિરુદ્ધ પત્રમાં વાંધાજનક અને અપમાનજનક કહી શકાય એવી ટિપ્પણી કરી હતી. જો કે, આ મામલો સોસાયટી અને કેટલાક કૂતરાઓને પાળનારાઓ વચ્ચેના વિવાદ સાથે સંબંધિત છે. વાત એમ છે કે હાઈકોર્ટે સોસાયટીના રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ આ મહિલાની નોકરાણીને પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાના સોસાયટીના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જેને કારણે રોષે ભરાયેલી આ મહિલાએ જજને જ `ડૉગ માફિયા` કહ્યા હતા.

મગરનાં આંસુ અમે સ્વીકારતા નથી 

જજ ગિરીશ કુલકર્ણી અને અદ્વૈત સેઠનાની ડિવિઝન બેન્ચે વિનિતા શ્રીનંદનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. જો કે કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, "આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે તિરસ્કાર કરનારા લોકો દ્વારા વારંવાર કરવામાં આવતા મગરના આંસુ અને માફીના ક્લિશેડ મંત્રને અમે સ્વીકારીશું નહીં."

Bombay HC: હવે વાત કરીએ આ કેસ વિષે જે રખડતા કૂતરાઓને ખવડાવવાના મુદ્દે સીવુડ્સ લિમિટેડના રહેવાસીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની કાર્યવાહી સાથે સંબંધિત છે. જેમાં એનિમલ બર્થ કંટ્રોલ (એબીસી) નિયમો, 2023 હેઠળ એક નિયમ છે કે રખડતા પશુઓને ખવડાવવા માટે રહેણાંક સંગઠનોને ફરજિયાત બનાવવાનો છે જેને સોસાયટી દ્વારા પડકારવામાં આવ્યો હતો. કાનૂની કાર્યવાહીના ભાગરૂપે સોસાયટીના પરિસરમાં કૂતરાઓને ખવડાવતી વખતે વિરોધનો સામનો કરી રહેલા રહેવાસી લીલા વર્મા દ્વારા હસ્તક્ષેપ અરજી દાખલ કરવામાં આવી હતી.

જાન્યુઆરીમાં કોર્ટે (Bombay HC) લીલા વર્માને રખડતા કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ, લીલા વર્માએ વિનીતા શ્રીનંદન દ્વારા લખાયેલ અને વિતરિત વિવાદાસ્પદ દસ્તાવેજ ધરાવતું સોગંદનામું રજૂ કર્યું હતું. આ દસ્તાવેજમાં ન્યાયિક પક્ષપાત અને કૂતરા પર હુમલાની ઘટનાની મજાક ઉડાવવાના નિવેદનો સામેલ હતા. તેમાં લખવામાં આવ્યું હતું કે, "હવે અમને ખાતરી થઈ ગઈ છે કે દેશમાં એક મોટો ડોગ માફિયા પણ કાર્યરત છે. ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો જેમના મંતવ્યો ડોગ ફીડર જેવા જ છે... મોટાભાગની ઉચ્ચ અદાલત/સર્વોચ્ચ અદાલતના આદેશો માનવ જીવનના મૂલ્યની અવગણના કરીને ડોગ ફીડરનો બચાવ કરશે"

ત્યારબાદ જજ કુલકર્ણીએ (Bombay HC) કહ્યું હતું કે, "તેમને આવો ખ્યાલ પણ ક્યાંથી આવ્યો કે કોર્ટ `ડૉગ માફિયા` છે? આવું કોઈ ભણેલગણેલ વ્યક્તિ ન વિચારી ન જ શકે... કદાચ કોઈ ગામડાનો માણસ કે જે કંઈ જાણતો નથી તે જ આવું કહી શકે, તે સમજાય છે. પણ આ વાત કૈં પચતી નથી. તે અમારા આદેશને ખોટા કહી રહી છે. અમારા પર વ્યક્તગત આરોપ લગાવી રહી છે કે અમે ખોટા આદેશ લગાવી રહ્યા છીએ."

mumbai news mumbai bombay high court navi mumbai Crime News mumbai crime news