29 December, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરાયેલા અને મૉર્ફ કરેલા ફોટોને ખલેલ પહોંચાડનારા અને આઘાતજનક ગણાવીને બૉમ્બે હાઈ કોર્ટે તાત્કાલિક એને હટાવવાનો નિર્દેશ આપ્યો છે. અનેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને આવી લિન્ક્સ અને વેબસાઇટ્સને તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો હતો.
શિલ્પા શેટ્ટીએ દાવો કર્યો હતો કે AI ટૂલ્સનો ઉપયોગ કરીને તેની પરવાનગી વિના મૉર્ફ કરેલાં ફોટો, પુસ્તકો અને અન્ય સાહિત્ય બનાવવામાં આવે છે. આ માટે તેના અવાજ અને રીતભાતને ક્લોન કરવામાં આવ્યાં હોવાનો તેણે દાવો કર્યો હતો.
હાઈ કોર્ટે તમામ પ્રતિવાદીઓને તેમના સંબંધિત પ્લૅટફૉર્મ પરથી યુનિફૉર્મ રિસોર્સ લૉકેટર-URL તાત્કાલિક કાઢી નાખવાનો નિર્દેશ આપ્યો છે.