13 December, 2025 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા
છેતરપિંડીના કેસમાં તેમની વિરુદ્ધ ઇશ્યુ કરવામાં આવેલા લુક આઉટ સર્ક્યુલર (LOC)ને સસ્પેન્ડ કરવા માટે ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના હસબન્ડ રાજ કુન્દ્રાને ૬૦ કરોડ રૂપિયા ડિપોઝિટ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. લંડનમાં રાજ કુન્દ્રાના પપ્પા બીમાર છે અને તેમને મળવા જવાની પરવાનગી માટે શિલ્પા અને રાજે કોર્ટને વિનંતી કરી હતી. એ માટે તેમણે LOC સામે વચગાળાની રાહત મેળવવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમ્યાન ન્યાયાધીશોએ કહ્યું હતું કે ૬૦ કરોડ રૂપિયા ડિપોઝિટ કરી દો અથવા એટલી જ રકમની નૅશનલાઇઝ્ડ બૅન્કમાંથી
બૅન્ક-ગૅરન્ટી આપો અને જાઓ. કોર્ટે આ કેસની આગળની સુનાવણી આગામી અઠવાડિયા પર મુલતવી રાખી હતી.