સંજય રાઉતની જામીન અરજી પર EDને જવાબ આપવાનો નિર્દેશ, આ તારીખે થશે સુનાવણી

08 September, 2022 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડીમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે જામીન માટે અરજી કરી છે

ફાઇલ તસવીર

મુંબઈના પાત્રા ચાવલ કૌભાંડ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. સંજય રાઉતે મુંબઈ સેશન્સ કોર્ટની વિશેષ પીએમએલએ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. હવે બોમ્બે સેશન્સ કોર્ટે EDને સંજય રાઉતની જામીન અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.

EDને રાઉતની જામીન અરજી પર જવાબ આપવાનો નિર્દેશ

મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડીમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે જામીન માટે અરજી કરી છે. તેમણે બોમ્બે સેશન્સ કોર્ટની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે, જેની આજે સુનાવણી થવાની શક્યતા હતી. પરંતુ હવે સંજય રાઉતની જામીન અરજી પર સુનાવણી થશે નહીં. બોમ્બે સેશન્સ કોર્ટે EDને સંજય રાઉતની જામીન અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.

EDએ ગોરેગાંવના કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી છે. સાંસદ સંજય રાઉત હાલમાં આર્થર રોડ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બોમ્બે સેશન્સ કોર્ટે સંજય રાઉતને 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે EDને જવાબ દાખલ કરવા માટે 16 સપ્ટેમ્બરની સમયમર્યાદા આપી છે. તેમ જ એ જ દિવસે રાઉતની જામીન અરજી પર સુનાવણી થવાની સંભાવના હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

mumbai mumbai news sanjay raut ed