૭ મેએ મુંબઈ ઍરપોર્ટના બન્ને રનવે ૬ કલાક માટે બંધ રહેશે

21 April, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસા પહેલાંના ઍન્યુઅલ મેઇન્ટેનન્સ માટે પ્રાઇમરી ને સેકન્ડરી રનવે બંધ રાખવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ચોમાસા દરમ્યાન વિમાનનું સુરક્ષિત લૅન્ડિંગ અને ટેક-ઑફ થાય એ માટે મુંબઈ ઍરપોર્ટ દ્વારા ૭ મેએ ઍરપોર્ટના બન્ને રનવે મેઇન્ટેનન્સ માટે સવારના ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી એમ સતત ૬ કલાક માટે બંધ રાખવામાં આવશે.

આ સમારકામ અંગેની જાણકારી તમામ ઍરલાઇન્સ અને સ્ટેકહોલ્ડર્સને છ મહિના અગાઉ જ આપી દેવામાં આવી હતી જેથી ઍરલાઇન્સ એમની ફ્લાઇટ્સના સમયમાં જરૂરી ફેરફાર કરી શકે અને મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકીનો સામનો ન કરવો પડે. ૭ મેએ પ્રાઇમરી રનવે 09/27 અને સેકન્ડરી રનવે 14/32 બન્ને કાર્યરત રહેશે નહીં.

મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ૭ મેએ મુસાફરી કરતાં પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ સંબંધિત ઍરલાઇન પાસેથી જાણી લે. આ મેઇન્ટેનન્સ પૂરું થયા બાદ સાંજે પાંચ વાગ્યાથી ઍરપોર્ટ પર વિમાનોની અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ જશે.

mumbai news mumbai mumbai airport mumbai transport travel