બ્રહ્માકુમારીઝે ૯ ફેબ્રુઆરીને માતૃવાત્સલ્ય દિવસ જાહેર કર્યો

09 February, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજયોગિની બ્રહ્માકુમારી ડૉ. નલિનીદીદીજી (દીદીમા)ની સ્મૃતિમાં બ્રહ્માકુમારીઝે ૯ ફેબ્રુઆરીને માતૃવાત્સલ્ય દિવસ જાહેર કર્યો

રાજયોગિની બ્રહ્માકુમારી ડૉ. નલિનીદીદીજી

બ્રહ્માકુમારીઝે આજના ૯ ફેબ્રુઆરીના દિવસને માતૃ વાત્સલ્ય દિવસ, એક માના શાશ્વત પ્રેમને યાદ કરવાના દિવસ તરીકે જાહેર કર્યો છે જે રાજયોગિની બ્રહ્માકુમારી ડૉ. નલિનીદીદીજી (દીદીમા)ની સ્મૃતિમાં ઊજવવામાં આવશે. ૨૦૨૫ની ૯ ફેબ્રુઆરીએ નલિનીદીદીએ પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરીને વ્યક્તથી અવ્યક્ત તરફની યાત્રા શરૂ કરી હતી.

દીદીમાએ જીવનભર જે માતૃત્વની ભાવના દ્વારા અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું એની યાદ અને સન્માનમાં જ માતૃ વાત્સલ્ય દિવસની ઘોષણા કરવામાં આવી છે. 

આ પ્રસંગે આધ્યાત્મિક વક્તા, પ્રખ્યાત કટારલેખક અને બ્રહ્માકુમારીઝના મીડિયા અને જનસંપર્ક સેવાઓના રાષ્ટ્રીય સંયોજક રાજયોગી બ્રહ્મકુમાર નિકુંજજીએ કહ્યું હતું કે ‘દીદીમાનું ભૌતિક નિવાસસ્થાન મુંબઈમાં હોવા છતાં તેમની આધ્યાત્મિક સેવાઓ કોઈ એક સ્થાન સુધી મર્યાદિત નહોતી. પ્રેરણાદાયી આધ્યાત્મિક જ્ઞાનસત્રો, આંતરખંડીય સેવાઓ, ટેલિવિઝન કાર્યક્રમો અને ઑનલાઇન મીડિયા દ્વારા તેમણે વિવિધ સંસ્કૃતિઓ, દેશો અને પેઢીઓમાં આધ્યાત્મિક જ્ઞાન ફેલાવ્યું. વિશ્વભરની આત્માઓએ તેમના અનોખા માતૃત્વપ્રેમનો અનુભવ કર્યો જે માના નિઃસ્વાર્થ પ્રેમ અને ગુરુના દૈવી અને સ્વપ્નદ્રષ્ટા માર્ગદર્શનનો એક દુર્લભ સંગમ હતો. અનેક લોકો માટે તે માત્ર એક આધ્યાત્મિક શિક્ષક જ નહીં પરંતુ એક જીવંત, દયાળુ અને સાર્વત્રિક મા પણ હતાં.’  

mumbai news mumbai culture news hinduism