બ્રહ્માકુમારીઝનું ઑફિશ્યલ યુટ્યુબ અકાઉન્ટ હૅક થયું, પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી

24 October, 2025 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રહ્માકુમારીઝનું ઑફિશ્યલ યુટ્યુબ અકાઉન્ટ તેમના જ મીડિયા ઍન્ડ પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હૅન્ડલ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

બ્રહ્માકુમારીઝનું ઑફિશ્યલ યુટ્યુબ અકાઉન્ટ તેમના જ મીડિયા ઍન્ડ પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હૅન્ડલ કરવામાં આવે છે. ૨૦ ઑક્ટોબરે એ હૅક થઈ ગયું હતું. એ પછી તેમના ગૂગલ સાથે કનેક્ટેડ જીમેઇલ અને અન્ય અકાઉન્ટ પણ ટૂ-સ્ટેપ વેરિફિકેશન હોવા છતાં હૅક થઈ જતાં આ બાબતે તેમણે ઘાટકોપર-ઈસ્ટના પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  

બ્રહ્માકુમારીઝના કહેવા અનુસાર આ ઘટના ૨૦ ઑક્ટોબરે રાતે ૧૦.૧૩ વાગ્યાથી ૧૦.૧૭ વાગ્યા દરમ્યાન બની હતી. તેમના રિકવરી મેઇલ-ઍડ્રેસ પર એકસાથે ઘણાંબધાં શંકાસ્પદ લૉગ-ઇન થવા માંડ્યાં ત્યારે આ બાબતની જાણ થઈ હતી. હૅકર્સે સંસ્થાના પદાધિકારીઓને જણાવ્યા વગર જ પાસવર્ડ, ફોન-નંબર અને રિકવરી ઈ-મેઇલ ચેન્જ કરી દેતાં સંસ્થાનું ઍડ્મિનિસ્ટ્રેટિવ કામકાજ અટકી ગયું હતું. સંસ્થા એના કામકાજ માટે ૨૦૧૦થી એ ઈ-મેઇલનો ઉપયોગ કરતી આવી હોવાથી તેમણે ઘાટકોપર પોલીસને રિક્વેસ્ટ કરી છે કે તેઓ આ બાબતે તેમને ફરી એ રીસ્ટોર કરવા સહાય કરે.

mumbai news mumbai ghatkopar youtube social media social networking site mumbai police