✕

કલ્યાણ નજીક મામૂલી વિવાદ પછી કૅબ-ડ્રાઇવરની ઘાતકી હત્યા: પોલીસે મહિલા સહિત ૩ જણની કરી ધરપકડ

20 October, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટક્કર પછી વૈભવે પોતાનું સ્કૂટર કૅબની આગળ જઈને ઊભું કરી દીધું હતું અને રાજને બહાર બોલાવ્યો હતો

ખડકપાડા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી

કલ્યાણ પાસે વડવલી ગામની નજીક રવિવારે સવારે એક રોડ-અકસ્માત બાદ ઉગ્ર વિવાદ સર્જાયો હતો, જેમાં ૩૧ વર્ષના કૅબ-ડ્રાઇવર રાજ મડવીની ચાકુના ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ખડકપાડા પોલીસે એક મહિલા સહિત ૩ લોકોની ગઈ કાલે ધરપકડ કરી છે. પોતાની કૅબથી એક સ્કૂટરને ટક્કર વાગ્યા બાદ થયેલી શાબ્દિક બોલાચાલીથી ક્રોધે ભરાયેલા સ્કૂટરસવારોએ આ હુમલો કર્યો હતો. ઘટના બાદ તાત્કાલિક હરકતમાં આવેલી ખડકપાડા પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ તપાસના આધારે પીછો કરીને વડવલી ગામના જ રહેવાસી એવા બે પુરુષો અને એક મહિલા સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓમાં વૈભવ ભોઈર, તેની પત્ની રેણુકા ભોઈર અને તેમના ‌મિત્ર સૌરભ યાદવનો સમાવેશ છે. ટક્કર પછી વૈભવે પોતાનું સ્કૂટર કૅબની આગળ જઈને ઊભું કરી દીધું હતું અને રાજને બહાર બોલાવ્યો હતો. વૈભવે ત્યાર બાદ ચાકુથી રાજ પર વાર કર્યા હતા.

mumbai news mumbai kalyan road accident Crime News