બે હસ્તીઓથી રોકાણકારોને ચેતવાની BSEની સલાહ

17 October, 2025 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુલ સ્ટ્રીટ કન્સલ્ટન્સીનાં પૂનમ, રિન્કી કંવલ અને પ્રિન્સ કુમાર પટેલનો સમાવેશ છે

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ જણાવ્યું છે કે સોશ્યલ મીડિયા પર સક્રિય વિવિધ હસ્તીઓ રિસર્ચ ઍનલિસ્ટ રજિસ્ટ્રેશન વિના મૂડીરોકાણ અને ટ્રેડિંગની ભલામણો કરવાની અને રોકાણકારો પાસેથી ભંડોળ પ્રાપ્ત કરવાની ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં લિપ્ત છે. રોકાણકારો આવી વ્યક્તિઓ કે હસ્તીઓથી સાવધ રહે.

એક્સચેન્જે બે હસ્તીઓ ઍસ્ટ્રોકપૂર અને બુલ સ્ટ્રીટ કન્સલ્ટન્સી અને એના વિવિધ હોદ્દેદારોનાં નામ અને ફોન નંબર રોકાણકારોને ચેતવવા માટે પ્રસિદ્ધ કર્યા છે. જે નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે એમાં ઍસ્ટ્રોકપૂરના પ્રશાંત કપૂર - જ્યોતિષી, શ્રુતિ અગરવાલ - ડિરેક્ટર, સેલ્સ, અંકુશ ચૌહાણ - સિનિયર સેલ્સ મૅનેજર, અશોકકુમાર - સેલ્સ મૅનેજર, કુલદીપ કુશવાહ - સેલ્સ એક્ઝિક્યુટિવ, ગુંજન કુમાર રામ - સેલ્સ એક્ઝિક્યુટિવ, મહી તેઓતિયા - કસ્ટમર રિલેશનશિપ મૅનેજરનો સમાવેશ છે.

બુલ સ્ટ્રીટ કન્સલ્ટન્સીનાં પૂનમ, રિન્કી કંવલ અને પ્રિન્સ કુમાર પટેલનો સમાવેશ છે. BSEએ ઉમેર્યું છે કે ઉક્ત હસ્તીઓ અને વ્યક્તિઓ  BSE લિમિટેડના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર નથી. રોકાણ સંબંધી નિર્ણય લેતાં પૂર્વે જે વ્યક્તિઓ રજિસ્ટર્ડ છે કે નહીં એની ચકાસણી કરવા માટે એક્સચેન્જની સાઇટની મુલાકાત લેવી.

mumbai news mumbai bombay stock exchange cyber crime social media