04 January, 2026 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચાર વર્ષ કરતાં વધુ સમયના વિલંબને કારણે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ ૮૩ ટકા વધી ગયો છે. ૧.૧ લાખ કરોડ રૂપિયાના અનુમાન સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ હવે ૧.૯૮ લાખ કરોડ રૂપિયા થવાનો છે. સુરત અને બીલીમોરા વચ્ચેના પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ૨૦૨૭ના ઑગસ્ટમાં શરૂ થવાનો છે એવી તાજેતરમાં જાહેરાત થઈ હતી. ૫૦૮ કિલોમીટરનો આખો બુલેટ ટ્રેન કૉરિડોર ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ છે.
ગયા અઠવાડિયે એક નિવેદનમાં રેલવે તરફથી એવી માહિતી મળી હતી કે ૩૦ નવેમ્બર સુધી આ પ્રોજેક્ટ પર ૮૫,૮૦૧ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.