13 January, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૉર્ડ-ક્રમાંક ૬માં મેબલ કોરિયા (અ), સુનીતા જૈન (બ), પરેશ શાહ (ક) અને ભરત કોઠારી (ડ) સ્થાનિકોના પોતાના ઉમેદવારો ગણાય છે
ભાઈંદર-વેસ્ટમાં દેવચંદનગર, સ્ટેશન રોડ, મોદી પટેલ સહિત નારાયણ ભવન વગેરે વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-ક્રમાંક ૬માં ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક લોકોમાંથી ઉમેદવારી આપી હોવાથી સૌકોઈ સમર્થન આપી રહ્યું છે. ૨૪ કલાક અને એક ફોન પર દિવસ હોય કે અડધી રાત, હાજર રહેનાર વૉર્ડ-ક્રમાંક ૬માં મેબલ કોરિયા (અ), સુનીતા જૈન (બ), પરેશ શાહ (ક) અને ભરત કોઠારી (ડ) સ્થાનિકોના પોતાના ઉમેદવારો ગણાય છે. એની સાથે વરિષ્ઠ નેતાઓ ધ્રુવકિશોર પાટીલ અને ભગવતી શર્મા પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એટલે આ વૉર્ડમાં ચારેય ઉમેદવારો તેમના માર્ગદર્શન સાથે બન્ને વરિષ્ઠ નેતાઓ પણ વૉર્ડના સર્વાંગી વિકાસ માટે કામ કરશે.
ઉલ્લેખ કરવા જેવું ખરું કે વૉર્ડ-ક્રમાંક ૬ના આ ચારેય ઉમેદવારો જીવદયાપ્રેમીઓ છે અને પશુઓ માટે અત્યાધુનિક હૉસ્પિટલ કેમ બને એ માટે દોડતા હોય છે. મીરા-ભાઈંદરમાં પર્યુષણ દરમ્યાન કતલખાનાં બંધ રહે એ માટે પરેશ શાહ પોતે અગ્રેસર ભાગ લેતા હોય છે. ભરત કોઠારી, સુનીતા જૈન સહિત મેબલ કોરિયા પશુઓને તાત્કાલિક સારવાર મળીને જીવ કેમ બચાવી શકાય એના પર કામ કરી રહ્યાં છે. ઉપરાંત આ વૉર્ડમાં જર્જરિત બિલ્ડિંગોના રીડેવલપમેન્ટનો મુદ્દો ઉકેલવાનો ચારેય ઉમેદવારોએ દૃઢ નિશ્ચય લીધો છે તેમ જ વૉર્ડમાં આવેલી સોસાયટીઓને ડીમ્ડ કન્વેયન્સ માટે કાયદેસર સહિતની તમામ મદદ પૂરી પાડશે અને એમનો ઉકેલ લાવવા માટે તત્પર રહેવાના છે. સુનીતા જૈને સિમેન્ટનો રોડ બનાવવા ખૂબ જહેમત લીધી હતી અને આગળ ચારેયનો સાથ વિસ્તારની કાયાપલટ કરશે. BJPના વિધાનસભ્ય ચૂંટાઈને આવ્યા બાદ પાણીપુરવઠો વ્યવસ્થિત થયો છે અને ટૂંક સમયમાં આ વિસ્તારના રહેવાસીઓને ૨૪ કલાક પાણીની સપ્લાય મળે એવા પ્રયત્ન કરવામાં આવશે એવું ચારેય ઉમેદવારોનું કહેવું છે. બહુમતીથી ઉમેદવારો વિજય થયા બાદ ૩૬૫ દિવસ અને ૨૪ કલાક જનસેવા માટે ઉપલબ્ધ રહીને પ્રશાસનની વિવિધ યોજનાનો લાભ વિસ્તારના સ્થાનિકોને પહોંચાડવા સાથે વિસ્તારમાં જૂની લાઇબ્રેરીની જગ્યાએ AI લાઇબ્રેરી સહિત અનેક અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવાના ઉમેદવારોનાં સપનાંને સ્થાનિક લોકોનો સથવારો મળશે.