ઇલેક્શનમાં પત્તું કટ થવાની બીકે ઉમેદવારે ૧.૫ લાખ રૂપિયાનો ટ્રાફિકનો દંડ ભરી દીધો

27 December, 2025 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-ચલાન બાકી હોય તેની ઉમેદવારી રદ થશે એવી જાહેરાત બાદ ઉમેદવારોએ દંડ ભરવા દોટ મૂકી

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણી પંચના નિર્દેશો મુજબ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડતા ઉમેદવારોએ ગેરકાયદે બાંધકામો, ટૅક્સ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે ફટકારાયેલો દંડ ભરવાનો બાકી નથી એવી ખાતરી આપતાં પ્રમાણપત્રો રજૂ કરવાનાં રહેશે. ઉમેદવારોની માલિકીના વાહનો પર ઇશ્યુ થયેલાં ઈ-ચલાન દંડ ચુકવાઈ ગયો હોવાની ચકાસણી કરવામાં આવશે.

આ નિયમને કારણે ઉમેદવારોએ બાકી દંડ ચૂકવવા માટે ધસારો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા અમુક દિવસોમાં મોટી સંખ્યામાં ઉમેદવારો બાકી ઈ-ચલાન ચૂકવવા માટે થાણે ટ્રાફિક વિભાગની મુલાકાત લઈ રહ્યા છે. ગયા મંગળવારે એક ઉમેદવારે પોતાની ઉમેદવારી બચાવવા માટે ૧.૫ લાખ રૂપિયાનો ટ્રાફિક-દંડ ભર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આગામી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફૉર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારોને ચેતવણી આપવામાં આવી છે કે ઈ-ચલાન ભરવાનું બાકી હશે તો તેમની અરજીઓ રદ થઈ શકે છે.

mumbai news mumbai election commission of india bmc election brihanmumbai municipal corporation