08 December, 2025 08:27 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
અકસ્માત
નાશિકના સપ્તશ્રૃંગીઘાટમાં ભાવિકોની કાર ૬૦૦ ફુટ નીચે ખાઈમાં પટકાતાં ૬ જણનાં મોત થયાં હતાં. નાશિકના પિંપળગાવના બસવંતમાં રહેતો પટેલ પરિવાર સપ્તશ્રૃંગી માતાનાં દર્શને ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેમની કાર અંદાજે ૬૦૦ ફુટ ખીણમાં ખાબકી હતી. સેફ્ટી-ગ્રિલ તોડીને કાર ખીણમાં જોશભેર પટકાતાં પટેલ પરિવારના છ જણનાં મોત થયાં હતાં. મરનારાઓમાં કીર્તિ પટેલ (૫૦ વર્ષ), રસિલા પટેલ (૫૦), વિઠ્ઠલ પટેલ (૬૫), લતા પટેલ (૬૦), કંચન પટેલ (૬૦) અને મણિબહેન પટેલ (૬૦ વર્ષ)નો સમાવેશ થતો હતો.