કાંદિવલીમાં કાર ભડકે બળી

19 September, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં ગભરાટ ફેલાઈ ગયો હતો

પાર્કિંગ એરિયામાં પાર્ક કરાયેલી કારમાં આગ ફાટી નીકળી હતી

કાંદિવલી-વેસ્ટમાં ચારકોપમાં લક્ષ્મણનગરના બિલ્ડિંગની નીચે આવેલા પાર્કિંગ એરિયામાં પાર્ક કરાયેલી એક કારમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તરત જ ફાયર-બ્રિગેડને આ બાબતે જાણ કરવામાં આવતાં ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.

કલવાના ખારેગાવ વિસ્તારમાં લાગેલી આગમાં પાંચ ઝૂંપડાં બળીને ખાખ

થાણેના કલવા વિસ્તારમાં ખારેગાવ બ્રિજ નજીક આવેલી સહયોગ સોસાયટીની પાછળના ભાગમાં શુક્રવારે સવારે લાગેલી આગમાં પાંચ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઘટના દરમ્યાન ગૅસના એક નાના સિલિન્ડરનો પણ બ્લાસ્ટ થયો હતો. આગની ઘટના શુક્રવારે ૧૮ સપ્ટેમ્બરે સવારે લગભગ ૯.૨૩ વાગ્યે થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગી ત્યારે પાંચેય ઝૂંપડાં બંધ હતાં અને એમાં કોઈ હાજર નહોતું. ફાયર-બ્રિગેડના જવાનો, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ અને કલવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ ૧૦.૩૦ વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી હતી.

નવી મુંબઈમાં લાકડાંના ગોદામમાં લાગી આગ

નવી મુંબઈના દહિસર-મોરી વિસ્તારમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં ગુરુવારે રાતે ૧૧.૫૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં લાકડાંનો સ્ટૉક કરાયો હોવાથી થોડી જ વારમાં આગ વિકરાળ બની હતી. આગનો વ્યાપ જોતાં કોપરખૈરણે, નેરુળ, ઐરોલી, સીબીડી બેલાપુર, કળંબોલી અને રબાળે ફાયર-સ્ટેશનથી વધારાનાં ફાયર-એન્જિન બોલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. મધરાતની આસપાસ લાગેલી આગ પર સવારના ૮ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

kandivli fire incident mumbai fire brigade navi mumbai mumbai mumbai news