દહીહંડીમાં અશ્ળીલ નૃત્ય કરનારી ડાન્સરો સામે પુણેમાં ગુનો દાખલ

10 September, 2026 10:01 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ દરમ્યાન ખૂબ જ અભદ્ર ડાન્સ પર્ફોર્મ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સહકારનગર પોલીસને મળી હતી

પુણેમાં દહીહંડી દરમ્યાન અશ્ળીલ નૃત્ય કર્યું એ વખતનું દૃશ્ય.

પુણેમાં દહીહંડી વખતે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર અશ્ળીલ ગીત પર અશ્ળીલ ડાન્સ કરવા બદલ સહકારનગર પોલીસે ડાન્સ પર્ફોર્મ કરનારી ડાન્સરો ઉપરાંત કાર્યક્રમના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પ્રસિદ્ધ ડાન્સર રાધા પાટીલ બાદ હવે નિશા મુંબઈકર અને શુભાંગી થોરાત સહિત ૮ જણ એમ કુલ ૯ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દહીહંડીના આયોજક મંડળના પદાધિકારીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ દરમ્યાન ખૂબ જ અભદ્ર ડાન્સ પર્ફોર્મ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સહકારનગર પોલીસને મળી હતી. ડબલ મીનિંગ સૉન્ગ્સ પર આ ડાન્સ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ફરિયાદમાં જણાવાયા અનુસાર ખરેખર ડબલ મીનિંગ સૉન્ગ્સ પર અશ્ળીલ નૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. એને પગલે પોલીસે સંબંધિતો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા આરંભી હતી. 

mumbai news mumbai pune news pune dahi handi