CBIએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યા બાદ ઝી ન્યુઝના મેન્ટર સુભાષ ચંદ્રાએ કહ્યું...

31 March, 2025 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝી ન્યુઝના એડિટર અને રિપોર્ટરોએ હિંમત બતાવીને રિયા ચક્રવર્તીની માફી માગવી જોઈએ, હું પણ માગું છું

સુભાષ ચંદ્રા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે એટલે કે CBIએ દિશાના મૃત્યુ માટે કોઈને જવાબદાર નથી ગણાવ્યા. આ વિશે ‍ઝી ન્યુઝના મેન્ટર સુભાષ ચંદ્રાએ કહ્યું છે કે ‘સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં CBIએ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે. મારું માનવું છે કે પુરાવાના અભાવે તપાસ બંધ કરી દેવામાં આવી છે એટલે કે અભિનેતાના મૃત્યુના મામલામાં કોઈ કેસ નથી બનતો. જોકે આ કેસ વિશે ભૂતકાળ જોઈને મને એવું લાગે છે કે મીડિયાએ રિયા ચક્રવર્તીને દોષી બનાવી દીધી હતી. અભિનેત્રીને દોષી ઠેરવવાનું નેતૃત્વ ઝી ન્યુઝના એડિટર અને રિપોર્ટરોએ કર્યું હતું, જેને બીજાં મીડિયાએ ફૉલો કર્યું હતું. ઝી ન્યુઝના મેન્ટરના રૂપમાં હું ઝી ન્યુઝના એડિટર અને રિપોર્ટરોને સલાહ આપું છું કે બહાદુરી બતાવીને માફી માગે. આ મામલામાં મારી કોઈ ભૂમિકા ન હોવા છતાં હું રિયાની માફી માગું છું.’

mumbai news mumbai sushant singh rajput bollywood buzz suicide rhea chakraborty central bureau of investigation