હવે હરતો-ફરતો સ્ટાફ ટ્રેનની ટિકિટ આપશે

21 November, 2025 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટિકિટ-કાઉન્ટર પર લાંબી લાઇનમાં ઊભા રહેવાની પળોજણ દૂર

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર શરૂ કર્યો પાઇલટ પ્રોજેક્ટ

રેલવે-સ્ટેશનો પર ટિકિટ-કાઉન્ટર પર લાગતી લાંબી લાઇન ઓછી કરવા સેન્ટ્રલ રેલવેએ એના હરતા-ફરતા સ્ટાફ દ્વારા ટિકિટનું વેચાણ કરવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર એ માટેનો પાઇલટ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, જે તેમની પાસેના ડિવાઇસથી તરત જ ટિકિટ કાઢી આપશે.

અનરિઝર્વ્ડ ટિકેટિંગ સિસ્ટમ (UTS)ના મોબાઇલ સહાયક બેસ્ટના કન્ડક્ટર જેવું જ ડિવાઇસ ધરાવે છે અને તે ટિકિટ-કાઉન્ટર અને એની આસપાસના એરિયામાં ફરતા રહેશે. અત્યારે તેઓ લાંબા અંતરની ટ્રેનની ટિકિટ એ ડિવાઇસથી ઇશ્યુ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં લોકલ ટ્રેનની ટિકિટ પણ આપશે. પ્રવાસીઓ એ ટિકિટ રોકડેથી અથવા ડિજિટલ પેમેન્ટ કરીને ખરીદી શકે છે. 

હાલના ૩ મોબાઇલ UTS સહાયકો દ્વારા બે જ અઠવાડિયાંમાં ૧૨,૭૩૩ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે અને એ સામે ૨૦.૩૩ લાખ રૂપિયાની આવક કરવામાં આવી છે.

mumbai news mumbai mumbai local train chhatrapati shivaji maharaj terminus csmt central railway