સેન્ટ્રલ રેલવેએ આઠ મહિનામાં ખુદાબક્ષો પાસેથી ઉઘરાવ્યો ૨૦૦ કરોડથી વધુનો દંડ

05 December, 2022 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અગાઉના સૌથી વધુ રૂા. 214.14 કરોડની આવક સમગ્ર નાણાકીય વર્ષ 2021-22 માટે હતી

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવે (Central Railway)એ ટિકિટ વિના/અનધિકૃત મુસાફરીના 32.77 લાખ કેસ પકડ્યા છે, જેનાથી રેલવેને નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ-નવેમ્બર)માં રૂા. 218 કરોડની આવક થઈ છે. તમામ રેલ વપરાશકર્તાઓ માટે આરામદાયક મુસાફરી અને બહેતર સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, મધ્ય રેલવેએ તેના તમામ ઝોનમાં ઉપનગરીય, મેલ એક્સપ્રેસ, પેસેન્જર સેવાઓ, સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતાં લોકોને શોધી કાઢવાને સઘન ટિકિટ ચેકિંગ હાથ ધર્યું છે.

2021-22માં સમાન સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી રૂા. 124.69 કરોડની સરખામણીએ એપ્રિલ-નવેમ્બર 2022 દરમિયાન ખુદાબક્ષો પાસેથી થયેલી રૂા. 218 કરોડની આવક 74.83%નો ક્વોન્ટમ જમ્પ દર્શાવે છે.

218 કરોડની આવક ભારતીય રેલવેના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગમાંથી મળેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેની રૂા. 218 કરોડની આવક માત્ર 8 મહિનાની છે, જ્યારે અગાઉના સૌથી વધુ રૂા. 214.14 કરોડની આવક સમગ્ર નાણાકીય વર્ષ 2021-22 માટે હતી.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પરથી 2.5 કરોડની કિંમતનું 4712 ગ્રામ સોનું ઝડપાયું, 3 આરોપીની ધરપકડ

સેન્ટ્રલ રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે ટિકિટ વિના ફરતા મુસાફરોને અટકાવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા છે, ટિકિટ ચેકિંગ સ્ટાફમાંથી ચારે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન એક કરોડથી વધુની આવક એકત્ર કરીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

mumbai mumbai news central railway mumbai local train