આઠથી ૧૦ મે દરમ્યાન ઘોડબંદર રોડ પર ટ્રાફિક-મૂવમેન્ટમાં ફેરફાર

08 May, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રહ્માંડ જંક્શન ફુટ ઓવર બ્રિજ પર ગર્ડર બેસાડવાનું કામ હાથ ધરવામાં આવશે

ઘોડબંદર રોડ

થાણેના ઘોડબંદર રોડ પર બ્રહ્માંડ જંક્શન પર ફુટ ઓવર બ્રિજ પર ગર્ડર બેસાડવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી આઠથી ૧૦ મે દરમ્યાન ઘોડબંદર રોડ પર ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

બ્રહ્માંડ જંક્શન પર મુલ્લાબાગ બસડેપો નજીક ફુટ ઓવર બ્રિજ પર ગર્ડર ગોઠવવામાં આ‍વશે. આ કામગીરી ૮ મેએ રાતે ૧૧.૫૫ વાગ્યાથી ૧૦ મેએ સવારે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમ્યાન ટ્રાફિકને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.

આ માર્ગો બંધ રહેશે : ઘોડબંદર રોડ પર બ્રહ્માંડ સિગ્નલથી કાપુરબાવડી થઈને માનપાડા તરફ જતાં તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત એમ. જી. મોટર્સ શોરૂમ, માનપાડાથી માનપાડા બ્રિજ તરફ જતાં વાહનો પણ ફ્લાયઓવર નહીં ચડી શકે. 

ઑલ્ટરનેટિવ રૂટ : કાપૂરબાવડી જતાં વાહનોને બ્રહ્માંડ સિગ્નલથી ડાબે વળી આઝાદનગર રોડ, લોઢા અમારા ફ્રન્ટ સ્ક્વેર, કોલશેત-ઢોકાલી રોડ થઈને કાપૂરબાવડી તરફ આગળ વધવાની અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ ઘોડબંદર તરફ આવતાં વાહનોએ માનપાડા બ્રિજ નજીક સ્લિપ રોડ પર નાગોરી ટી સ્ટૉલ પાસે ડાબે વળવું અને ટીકુજીની વાડી સર્કલ, વેરિઅન્ટ નીલકંઠ ગ્રીન અને મુલ્લાબાગ કટ થઈને આગળ વધવાનું રહેશે.

mumbai news mumbai ghodbunder road mumbai traffic thane mumbai travel mumbai transport