26 December, 2024 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારે જહેમત બાદ આગ કન્ટ્રોલમાં લઈ શકાઈ હતી
મુંબઈ-પુણે ઓલ્ડ હાઇવે પર પટેલનગર શિલફાટા પાસેના ખોપોલી એક્ઝિટ પાસેના ટર્નિંગ પર ગઈ કાલે કેમિકલનું ટૅન્કર પલટી ખાઈ જતાં એમાં આગ ફાટી નીકળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. ટૅન્કરમાં જલદીથી સળગી ઊઠે એવું કેમિકલ હોવાથી અકસ્માત બાદ એમાં તરત જ આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આગ ઓલાવવા ફાયરબ્રિગેડના ફાયરએન્જિન સાથે જ તાતા, ગોદરેજ ગ્રુપ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ અને અન્ય કંપનીનાં પણ ફાયર એન્જિન બોલાવવામાં આવ્યાં હતાં. ભારે જહેમત બાદ આગ કન્ટ્રોલમાં લઈ શકાઈ હતી. આ સમય દરમ્યાન ત્યાં ટ્રાફિક જૅમની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી.