01 April, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
મુંબઈ-અમદાવાદ રોડ પર મનોર પાસે એક કેમિકલ ભરેલું ટૅન્કર બ્રિજ પરથી નીચે પડ્યું હતું. ટૅન્કર ખાબકતાં હો-હા મચી ગઈ હતી. નીચે ચાર રસ્તા પડતા હોવાથી જંક્શન પર પાર્ક કરાયેલાં અન્ય વાહનોના ડ્રાઇવરો દોડી ગયા હતા અને પોતાનાં વાહનોને દૂર લઈ ગયા હતા. શરૂઆતમાં ટૅન્કર પટકાતાં એમાં આગ લાગી હતી. ટૅન્કરમાંથી કેમિકલ રસ્તા પર ઢોળાઈ જતાં સાવચેતીના પગલે પોલીસે ત્યાંનો ટ્રૅફિક રોકી દીધો હતો. કલાકો સુધી નીચેના રોડ પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. કાસા પોલીસ-સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. સદ્ભાગ્યે ટૅન્કર પડ્યું ત્યારે નીચે કોઈ વાહન કે વ્યક્તિ હાજર નહોતું.