09 January, 2025 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA)ને ઍરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનૅશનલ (ACI)એ લેવલ-5ની માન્યતા આપી છે. આ માન્યતા ACI ઍરપોર્ટ કસ્ટમર એક્સ્પીરિયન્સ ઍક્રેડિટેશન પ્રોગ્રામ અંતર્ગત સર્વોચ્ચ લેવલ છે. આ પ્રતિષ્ઠિત ઉપલબ્ધિ સાથે CSMIA ભારતનું પહેલું અને વિશ્વનું ત્રીજું ઍરપોર્ટ બની ગયું છે. આ સન્માન પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે ફ્લાઇટના ઉત્કૃષ્ટ પરિચલન કરવા માટે આપવામાં આવે છે.
અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ આ વિશે કહ્યું હતું કે ‘CSMIAને દુનિયાના શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળાં ઍરપોર્ટ્સની શ્રેણીમાં સામેલ કરવું એ દેશ માટે ગર્વની વાત છે. આ માન્યતા અમારી ટીમના સમર્પણ અને અમારા પ્રવાસીઓનો અનુભવ વધુ સારો બનાવવા માટેની અમારી સતત મહેનતનું પ્રમાણ છે. આ ઉપલબ્ધિ વૈશ્વિક સ્તર પર CSMIAની નેતૃત્વની ભૂમિકાને વધુ મજબૂત કરે છે અને ભવિષ્યમાં પ્રવાસીઓને ઉત્તમ પ્રકારની સેવા પ્રદાન કરવાની પ્રેરણા આપે છે.’