31 March, 2025 07:07 AM IST | Solapur | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એક્સ
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં આવેલા વિખ્યાત વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દર્શન કર્યાં હતાં. આ સમયે તેમણે કહ્યું હતું કે પંઢરપુર કૉરિડોરનું કામ ત્રણ મહિનામાં શરૂ થઈ જશે. કૉરિડોર માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવશે તેમને યોગ્ય વળતર આપવામાં આવશે એવો પ્લાન બનાવવામાં આવ્યો છે. પંઢરપુરમાં મંદિર પરિસર ડેવલપ કરવાની સાથે નવા ઘાટ બાંધવાની સાથે મૂળ મંદિરને નુકસાન ન થાય એ રીતે અહીં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. મંદિરના રીસ્ટોરેશનનું મોટા ભાગનું કામ અષાઢી એકાદશી સુધીમાં પૂરું થવાનો વિશ્વાસ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો.
તુળજાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ કર્યું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે
ધારાશિવ જિલ્લામાં આવેલા શ્રીક્ષેત્ર તુળજાપુરમાં ગઈ કાલે ઘોડા પર બેસેલા હિંદવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાનું ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સેંકડો શિવભક્તોની હાજરીમાં અનાવરણ કર્યું હતું. મુખ્ય પ્રધાને તુળજા ભવાની માતાનાં પણ દર્શન કર્યાં હતાં.