✕

SIRમાં પોતાનું નામ વેરિફાઇ કરવા માટે મુદત વધી, હવે ૧૩ નવેમ્બર સુધીનો ટાઇમ

31 October, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોને મતદારયાદીમાં પોતાનું નામ વેરિફાઇ કરવા માટે, એમાં સુધારા અને ફેરફાર તથા કોઈ બીજી સમસ્યા હોય એ વિશે ફરિયાદ કરવા માટે વધુ બે અઠવાડિયાંનો સમય મળ્યો છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

ઇલેક્શન કમિશને મહારાષ્ટ્રમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ડેડલાઇન વધારીને ૧૩ નવેમ્બર કરવાનો નિર્ણય લીધો છે. લોકોને મતદારયાદીમાં પોતાનું નામ વેરિફાઇ કરવા માટે, એમાં સુધારા અને ફેરફાર તથા કોઈ બીજી સમસ્યા હોય એ વિશે ફરિયાદ કરવા માટે વધુ બે અઠવાડિયાંનો સમય મળ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મહારાષ્ટ્રના લોકોને SIRની પ્રક્રિયા હજી ચાલી રહી છે એ સમયગાળા દરમ્યાન મતદારયાદીમાં પોતાનું નામ, સરનામું તથા બીજી વિગતો સાચી છે કે નહીં એ ચકાસી લેવાની અપીલ કરી હતી. 
દેવેન્દ્ર ફડણવીસે આ વિશે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘હું નાગરિકોને વિનંતી કરું છું કે તેઓ પોતાની બધી જ વિગતો યોગ્ય છે કે નહીં એ મતદારયાદીમાં ચકાસી લે. નવા રજિસ્ટ્રેશન, સુધારા તથા અન્ય કોઈ સમસ્યા હોય તો એ વિશે ૧૩ નવેમ્બર પહેલાં જ એની ઍપ્લિકેશન આપી દે.’

election commission of india special intensive revision sir devendra fadnavis maharashtra news mumbai mumbai news