✕

ગાંધી જયંતીના દિવસે હવે CJPનું જેલભરો આંદોલન

29 September, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવાજી પાર્કમાં વિરોધ-પ્રદર્શન માટે પરવાનગી ન મળી તો અભિજિત દીપકેએ નવો રસ્તો અપનાવ્યો

અભિજિત દીપકે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ શિવાજી પાર્કમાં પ્રસ્તાવિત વિરોધ-પ્રદર્શન માટે મુંબઈ પોલીસે પરવાનગી નકાર્યા બાદ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ બીજી ઑક્ટોબરે મુંબઈમાં જેલભરો આંદોલનની જાહેરાત કરી હતી. અભિજિત દીપકેએ સોમવારે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આ પગલાની જાહેરાત કરતાં લખ્યું હતું કે ‘મુંબઈમાં જેલભરો આંદોલન. બીજી ઑક્ટોબર, શિવાજી પાર્ક. #SaveDemocracy (લોકશાહી બચાઓ).’ તેમણે કહ્યું કે પરવાનગી નકારવાનો પોલીસનો નિર્ણય અસ્વીકાર્ય છે અને આક્ષેપ કર્યો કે આ નાગરિકોના અવાજને દબાવવાનો પ્રયાસ છે. CJP મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી રહી છે અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. આ જૂથે ચૂંટણીપંચને સંચાલિત કરતા કાનૂની માળખામાં ફેરફાર કરવાની પણ માગણી કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર CJPએ બીજી ઑક્ટોબરે બપોરે ૩થી રાત્રે ૯ વાગ્યા સુધી દાદરના શિવાજી પાર્ક ખાતે વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી માગી હતી. આયોજકોને મોકલેલા મેસેજીસમાં શિવાજી પાર્ક પોલીસે મેદાનના ઉપયોગ વિશેનાં નિયંત્રણોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ૨૦૧૩નો બૉમ્બે હાઈ કોર્ટનો આદેશ અને મહારાષ્ટ્ર સરકારનો ઠરાવ સામેલ છે. 

mumbai news mumbai cockroach janata party abhijit dipake shivaji park