બૅન્ક ઑફ બરોડાના લાખો ખાતેદારોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયો હોવાનો દાવો

28 July, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાખો ગ્રાહકોની અંગત વિગતોમાં આધાર કાર્ડ, PAN કાર્ડ અને અકાઉન્ટ-નંબર જેવી સંવેદનશીલ માહિતી પણ લીક થઈ હોવાનો દાવો

બૅન્ક ઑફ બરોડા

બૅન્ક ઑફ બરોડામાં મોટા સાઇબર-હુમલાનો ગંભીર દાવો સામે આવ્યો છે. TripleX નામના હૅકિંગ ગ્રુપે ડાર્ક વેબ પર બૅન્કનો લગભગ વન TB (૧૦૦૦ GB) જેટલો સંવેદનશીલ કસ્ટમર અને ઇન્ટર્નલ બૅન્કિંગ ડેટા લીક કર્યો હોવાનો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર લીક થયેલા ડેટામાં એક લાખથી ૩ લાખ ગ્રાહકોનાં અરજી-ફૉર્મ, આધાર કાર્ડની વિગતો, બચત અને ચાલુ ખાતાની માહિતી, નેટબૅન્કિંગ વિગતો તેમ જ શાખાઓના આંતરિક ઑડિટ રિપોર્ટનો સમાવેશ થાય છે. સાઇબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ શૅર કરાયેલા નમૂનાઓમાં Bob Worldના ઑડિટ રિપોર્ટ અને તપાસના દસ્તાવેજો પણ સામે આવ્યા છે.

જોકે આ બાબતે બૅન્ક ઑફ બરોડા, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા કે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ગ્રાહકોને સાવચેત રહેવા અને વન-ટાઇમ પાસવર્ડ (OTP) કે બૅન્કિંગ ક્રેડેન્શિયલ્સ શૅર ન કરવાની સલાહ આપવામાં આવી છે.

mumbai news mumbai reserve bank of india Aadhaar Crime News cyber crime