બાન્દ્રા: 12મું પાસ ડૉક્ટર પકડાયો, BMC અને મુંબઈ પોલીસે પાડ્યા દરોડા પછી…

14 August, 2026 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસ અને બીએમસી અધિકારીઓએ ખાન પાસેથી તેની તબીબી લાયકાત સાબિત કરતા દસ્તાવેજો માગ્યા હતા. ખાને મહારાષ્ટ્ર કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મૅડિસિન અને અખિલ ભારતીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા જાહેર કરાયેલા પ્રમાણપત્રો રજૂ કર્યા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પોલીસ અને મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની એક સંયુક્ત ટીમે દરોડા પાડી મુંબઈના બાન્દ્રા પૂર્વમાં એક નકલી ડૉક્ટરની ધરપકડ કરી છે. આરોપી પર ક્લિનિક ચલાવવાનો અને બનાવટી તબીબી પ્રમાણપત્રોના આધારે દર્દીઓનો ઈલાજ કરવાનો આરોપ છે. આરોપીની ઓળખ 56 વર્ષીય મોહમ્મદ આફતાબ સોકીમ ખાન તરીકે થઈ છે. તેણે ફક્ત 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.

એક બાતમીના આધારે ક્લિનિક પર દરોડો પાડ્યો

10 ઑગસ્ટ, 2026 ની રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 8 ને માહિતી મળી હતી કે બાન્દ્રા પૂર્વના નવાપાડાના ઘાસ બજાર વિસ્તારમાં ગેરકાયદેસર તબીબી સારવાર આપવામાં આવી રહી છે. આ સુવિધા `ડૉ. આફતાબ ખાન ક્લિનિક` નામથી કાર્યરત હતી અને તેને `રઝા ક્લિનિક` તરીકે પણ ઓળખવામાં આવતી હતી. આ માહિતીના આધારે કાર્યવાહી કરતા, બીએમસીના આસિસ્ટન્ટ મૅડિકલ ઑફિસર ડૉ. ત્રિનાલી સંજય શિખતોડ અને પોલીસની ટીમે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. તે સમયે ક્લિનિકમાં ચાર દર્દીઓ સારવાર માટે રાહ જોઈ રહ્યા હતા.

નકલી પ્રમાણપત્રો બનાવ્યા

પોલીસ અને બીએમસી અધિકારીઓએ ખાન પાસેથી તેની તબીબી લાયકાત સાબિત કરતા દસ્તાવેજો માગ્યા હતા. ખાને મહારાષ્ટ્ર કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મૅડિસિન અને અખિલ ભારતીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા જાહેર કરાયેલા પ્રમાણપત્રો રજૂ કર્યા. જોકે દસ્તાવેજોની તપાસ કર્યા પછી અને ખાનની પૂછપરછ કરતાં, અધિકારીઓએ જણાવ્યું કે તેની પાસે કોઈ તબીબી ડિગ્રી ન હોવાનું સ્વીકાર્યું. તેણે ખુલાસો કર્યો કે તેણે ફક્ત ધોરણ 12 પાસ કર્યું છે. બીએમસી અધિકારીના જણાવ્યા મુજબ, ખાનને દવાઓ લખવા, ઇન્જેક્શન આપવા અથવા સારવાર માટે નૅબ્યુલાઇઝરનો ઉપયોગ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. આમ છતાં, તે દર્દીઓની સારવાર કરી રહ્યો હતો અને ગંભીર બીમારીઓ માટે ઇન્જેક્શન આપી રહ્યો હતો.

દવાઓ અને તબીબી સાધનો જપ્ત કર્યા

પોલીસે આ નકલી ક્લિનિકમાંથી મોટી માત્રામાં દવાઓ અને તબીબી સાધનો જપ્ત કર્યા. તેમાં સિરીંજ, બ્લડ પ્રૅશર મૉનિટર, સ્ટૅથોસ્કૉપ, બ્લડ સુગર ટૅસ્ટિંગ મશીનો, નૅબ્યુલાઇઝર અને પલ્સ ઑક્સિમીટરનો સમાવેશ થાય છે. ડૉ. ત્રિનાલી શિખ્તોડ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, પોલીસે મોહમ્મદ આફતાબ સોકીમ ખાનની ધરપકડ કરી હતી. દર્દીઓના જીવનને જોખમમાં મૂકવા, ગેરકાયદેસર રીતે મૅડિકલ પ્રૅક્ટિસ કરવા અને છેતરપિંડી કરવાના આરોપસર તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. તેમ જ આ ખોટું દવાખાનું કેટલા સમયથી કાર્યરત હતું તેની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.

કાંદિવલીમાંથી ભેળસેળયુક્ત અમૂલ, ગોકુલ દૂધનો જથ્થો જપ્ત; એકની ધરપકડ

મુંબઈ (Mumbai) ની સમતા નગર પોલીસ (Samta Nagar Police) એ `અમૂલ` (Amul) અને `ગોકુલ` (Gokul) જેવી જાણીતી બ્રાન્ડ્સના દૂધમાં દૂષિત પાણી ભેળવીને ગ્રાહકોને વેચવા બદલ ૪૮ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. કાંદિવલી (Kandivali) ઈસ્ટમાં તેના રહેણાંક વિસ્તાર પર વહેલી સવારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન, પોલીસે ૭૪ લીટર ભેળસેળયુક્ત દૂધ, પેકિંગ સામગ્રી અને બ્રાન્ડ નામવાળા ખાલી પાઉચ જપ્ત કર્યા છે.

bandra mumbai mumbai crime news mumbai police brihanmumbai municipal corporation mumbai news